ભૂજના લોરિયા નજીક જીપ પલટી, અકસ્માતમાં બેના મોત,14 ઘાયલ

Mar 15, 2017 08:56 PM IST | Updated on: Mar 15, 2017 08:56 PM IST

ભૂજઃકચ્છના ભૂજ તાલકાના લોરિયા નજીક આજે સવારે એક જીપકાર પલટી ખાઈ જતા આ અકસ્માતમાં બે લોકોના મોત થયાં હતા જયારે 14થી વધુ લોકો ઘાયલ થયા હતા. બાળકો સહિતના તમામ ઈજાગ્ર્સતોને 108 અને ખાનગી વાહનો મારફતે સારવાર માટે ભૂજ ખસેડાયા હતા. સારવાર દરમિયાન બે લોકોના મોત થયાની વિગતો અપાઈ હતી. હલા તમામ લોકોની સારવાર ચાલી રહી છે.

મળતી વિગતો મુજબ ભૂજ તરફ આવી રહેલી જીપકાર લોરિયા પાસેના વળાંક પર પલટી મારી ગઈ હતી અકસ્માત સર્જાતા અન્ય વાહનચાલકો મદદ દોડી ગયા હતા. 108 અને ખાનગી વાહનો મારફતે તમામ ઈજાગસ્તોને સારવાર માટે ભૂજ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ભૂજના લોરિયા નજીક જીપ પલટી, અકસ્માતમાં બેના મોત,14 ઘાયલ

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર