કરોડપતિ સાધ્વીના સાગરિત ચિરાગની ધરપકડ,સંચાલિકાપદેથી જયશ્રીકાગીરી હટાવાયા

Jan 30, 2017 02:19 PM IST | Updated on: Jan 30, 2017 03:26 PM IST

પાલનપુરઃબનાસકાંઠાના વડગામ નજીકના મુકતેશ્વર મઠના સાધ્વી જયશ્રીકાનંદગીરી પાસેથી કરોડોની સંપતી મળી આવી છે. તો તેમની સામે કરોડોની છેતરપીંડીના આરોપ પણ લાગ્યા બાદ વિવાદમાં સપડાયા છે. ત્યારે પોલીસે તપાસ શરૂ કરી છે. જયશ્રીગીરીના સાગરિત ચિરાગ રાવલની પોલીસે ધરપકડ કરી છે.પાલનપુરના માનસરોવર ખાતેથી ચિરાગ રાવલની ધરપકડ કરાઇ છે.

sadhvi palanpur12

જૂનાગઢના ભવનાથ મંદિરના સંચાલિકાપદેથી જયશ્રીકાનંદગીરીને હટાવી દેવાયા છે.મહંત હરિગીરીએ કલેક્ટરને પત્ર આપ્યો છે.જૂના અખાડાના તમામ હોદ્દા પરથી જયશ્રીકાનંદગીરીને દૂર કરાયા  છે.ભવનાથ મંદિરના મહંત હરિગીરીજીએ નિર્ણય લીધો છે.પાલનપુરમાં જયશ્રીગીરી સામે છેતરપીંડીની ફરિયાદ બાદ નિર્ણય લેવાયો છે.

સાધ્વી જયશ્રીગીરી પાસે 2.20 કરોડની નવી ચલણી નોટ-સોનાના બિસ્કીટ મળી આવ્યા છે.પાલનપુર પોલીસ ઇડી અને ઇન્કટેક્ષ વિભાગને સાથે રાખીને તપાસ કરશે.ચિરાગ રાવલ અને સાધ્વી જયશ્રીગીરીની પૂછપરછ થશે.

સુચવેલા સમાચાર