જામનગરઃદરગાહમાં લઇ ગયા બાદ બે મિત્રો જ બન્યા દુશ્મન, કરી નાખી હત્યા

Mar 08, 2017 08:41 PM IST | Updated on: Mar 08, 2017 08:41 PM IST

જામનગરઃ જામનગરમાં સેન્ચ્યુરી સોલ્ટ પાસે એક લાશ મળી આવી હતી. પોલીસે તેની ઓળખ કરી હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. મિત્રોએ જ મિત્રની હત્યા કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે.જામનગર પોલીસ દ્વારા આ બંને આરોપીને ઝડપી પાડવામાં આવેલ છે અને હાલ આગળ ની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

સેન્ચ્યુરી હોટલ પાસે મળેલી લાસ સંજય નામના વ્યક્તિની હોવાનું ખુલ્યું હતું. પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી જેમાં સંંજય અગાઉ બાઇક ચોરીમાં સંડોવાયેલ અને તેનો કોર્ટ અને જુનાગઢ આવવા જવાનું ખર્ચ મામદ તેનો મિત્ર કરતો હતો. આ દરમ્યાન આ બંને આરોપી મામદ અને રફીકએ નિર્ણય કર્યો કે સંજયને હવે આ પ્રોબાલમથી લઈને છુટકારો કરીએ અને સંજયને તેના જ બંને મિત્ર મામદ અને રફીકએ બેડી પાસે આવેલ દરગાહમાં દર્શન કરવા લઈ ગયેલ અને ત્યાં જ તેની હત્યા કરી નાસી છૂટ્યા હતા.

જામનગરઃદરગાહમાં લઇ ગયા બાદ બે મિત્રો જ બન્યા દુશ્મન, કરી નાખી હત્યા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર