રાજકોટ: રેસ્ટોરન્ટના માલિક પર હિચકારો હુમલો, ત્રણ શખ્સોની ધરપકડ

Apr 18, 2017 11:59 AM IST | Updated on: Apr 18, 2017 11:59 AM IST

રાજકોટ #રાજકોટની રેસ્ટોરન્ટના માલિક મેનેજર પર હિચકારો હુમલો કરવાના મામલે પોલીસે ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજકોટ: રેસ્ટોરન્ટના માલિક પર હિચકારો હુમલો, ત્રણ શખ્સોની ધરપકડ

રાજકોટના પુષ્કરધામ નજીક આવેલી શ્રીરામ રેસ્ટોરન્ટમાં માલિક અને મેનેજર પર હિચકારો હુમલો કરાયો હતો. આ મામલે ફરિયાદ નોંધાતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે યોગેન્દ્રસિંહ જાડેજા, તુષાર ભટ્ટી અને સંજય ચાવડા નામના ત્રણ શખ્સોની ધરપકડ કરી છે.

યુનિવર્સિટી પોલીસે આ મામલે ત્રણ શખ્સોને ઝડપી લીધા છે અને આ હુમલામાં અન્ય કોણ સંડોવાયેલ છે અને હુમલો કરવાના કારણો સહિતની વિગતો મેળવવા માટે સઘન પુછપરછ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર