રાજકોટ: ગ્રામજનો છાણ ઘાસના ગાડા ભરી કલેકટર કચેરીએ પહોંચ્યા

Apr 07, 2017 11:57 AM IST | Updated on: Apr 07, 2017 11:57 AM IST

રાજકોટ #રાજકોટ કલેકટર કચેરીએ આજે અનોખું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું, હમરગઢના લોકોએ કલેકટર કચેરીએ અનોખી રીતો વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનો અહીં છાણ ઘાસના ગાડા ભરી કલેકટર કચેરીએ આવ્યા હતા અને ગામમાં માલઘારી વસાહત બનાવવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો.

રાજકોટમાં વિરોધ પ્રદર્શનમાં છાશવારે અવનવું જોવા મળે છે. અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસ દ્વારા સ્ટ્રેચર અને પાટાપીંડી સાથે સત્તાધીશ પક્ષ સામે વિરોધ નોંધાવાયો હતો તો આજે હમરગઢના ગ્રામજનોએ કલેકટર કચેરીએ અનોખો વિરોધ નોંધાવ્યો છે.

રાજકોટ: ગ્રામજનો છાણ ઘાસના ગાડા ભરી કલેકટર કચેરીએ પહોંચ્યા

હમરગઢ ગામમાં માલધારી વસાહત બનાવવાના નિર્ણય સામે વિરોધ વ્યક્ત કરતાં ગ્રામજનો આજે છાણ, ઘાસના ગાડા ભરીને કલેકટર કચેરીએ પહોંચ્યા હતા અને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર