રાજકોટ: આશા હેલ્થ વર્કરોની હડતાલનો બીજો દિવસ, આવતીકાલે સીએમના આંગણે કરશે ધરણાં

Feb 17, 2017 02:22 PM IST | Updated on: Feb 17, 2017 05:06 PM IST

રાજકોટ #પગાર સહિતની વિવિધ માંગણીઓને લઇને ગઇકાલથી હડતાલ પર ઉતરેલ આશા હેલ્થ વર્કર બહેનોએ આજે બીજા દિવસે મહાનગરપાલિકા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કરાયા હતા અને જો એમની માંગણીઓને સંતોષવામાં નહી આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

પગારવધારા સહિતની માંગણીઓને લઇને આશા હેલ્થ વર્કર તથા આંગણવાડી કાર્યકરો દ્વારા ગુરૂવારથી રણશીંગૂ ફંકવામાં આવ્યું છે. હડતાલના બીજા દિવસે આજે મહિલા કાર્યકરોએ મહાનગરપાલિકા બહાર ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

મહિલા કાર્યકરોએ રોષ વ્યક્ત કર્યો હતો કે, અમારૂ આર્થિક શોષણ બંધ કરો, યોગ્ય પગાર આપો તેમજ ગ્રેજ્યુએટી સહિતના લાભ આપવાની અમારી માંગણીઓ સ્વીકારવામાં આવે, નહીં તો અમારા દ્વારા ઉગ્ર આંદોલન આપવામાં આવશે, આ અંતર્ગત આવતીકાલે મુખ્યમંત્રીના નિવાસ બહાર વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર