પોરબંદર: પાકિસ્તાન મરીન્સે કર્યું ત્રણ ભારતીય બોટનું અપહરણ

Mar 25, 2017 02:34 PM IST | Updated on: Mar 25, 2017 02:34 PM IST

પોરબંદર #કચ્છના જખૌ દરિયામાંથી ભારતીય કોસ્ટ ગાર્ડની ટીમે પાકિસ્તાની એક બોટ સાથે નવ પાકિસ્તાનીઓને ઝડપ્યા છે ત્યાં પાકિસ્તાન મરીન્સે ભારતીય જળસીમામાંથી ત્રણ ભારતીય બોટ સાથે 18 માછીમારોના અપહરણ કર્યાની વિગતો સામે આવી છે.

કચ્છના દરિયામાં ભારતીય જળસીમામાં ગેરકાયદે ઘૂસી આવેલી પાકિસ્તાની બોટને કોસ્ટ ગાર્ડની ટીમે ઝડપી લઇ નવ પાકિસ્તાનીઓની ધરપકડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યાં વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે.

પોરબંદર: પાકિસ્તાન મરીન્સે કર્યું ત્રણ ભારતીય બોટનું અપહરણ

ભારતીય જળસીમામાં માછીમારી કરી રહેલી પોરબંદરની ત્રણ માછીમાર બોટનું પાકિસ્તાન મરીન્સ ત્રણ અપહરણ કરાયું છે. પાકિસ્તાન મરીન્સે ત્રણ બોટ સાથે 18 માછીમારોને બંધક બનાવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જોકે આ અંગે હજુ નક્કર વિગતો સામે આવી નથી. (File Photo)

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર