નલિયાકાંડ: બેટી બચાવ યાત્રાનો વિરોધ, અસ્મિતા મંચ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને

Feb 18, 2017 12:46 PM IST | Updated on: Feb 18, 2017 03:02 PM IST

નલિયા #નલિયાકાંડમાં ભાજપના નેતાઓની સંડોવણીને લઇને ભાજપની પોલ ખોલવા તથા યોગ્ય તપાસની ન્યાયની માંગ સાથે કોંગ્રેસ દ્વારા આજે નલિયાથી ગાંધીનગર સુધી બેટી બચાવ યાત્રા શરૂ કરવામાં આવી છે. જોકે શંકરસિંહ વાઘેલાના નિવેદનને લઇને કચ્છ અસ્મિતા મંચ દ્વારા વિરોધ કરાયો હતો. જેને પગલે અસ્મિતા મંચ અને કોંગ્રેસના કાર્યકરો આમનેસામને આવી ગયા હતા.

'ભાજપે કચ્છને લૂ્ટયું છે, આ નલિયાકાંડ નહીં ભાજપકાંડ છે'

અસ્મિતા મંચ અને કોંગ્રેસના કાર્યકરો આમને સામને આવી જતાં પોલીસની સ્થિતિ કફોડી બની હતી. અસ્મિતા મંચ દ્વારા કાળા વાવટા અને પોસ્ટર દ્વારા કોંગ્રેસની બેટી બચાવ યાત્રાનો વિરોધ કરાયો હતો.

સામે પક્ષે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો બેટીઓની સુરક્ષા માટે સરકારની સામે વિરોધ નોંધાવીએ છીએ, કચ્છનો ઇતિહાસ ગૌરવવંતો છે અને ભાજપે એને ખરડાવ્યો છે એવું કહી યાત્રા યથાવત રાખી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર