કચ્છ: જખૌના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે બોટ સાથે નવ પાકિસ્તાનીને ઝડપ્યા

Mar 25, 2017 12:05 PM IST | Updated on: Mar 25, 2017 12:05 PM IST

કચ્છ #સંવેદનશીલ એવા કચ્છના જખૌ જળ સીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. મરીને પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મરીન પોલીસની ટુકડી પેટ્રોલિંગમાં હતી ત્યારે ભારતીય જળસીમામાં ફિશિંગ કરી રહેલી પાકિસ્તાની બોટને ઝડપી હતી. આ બોટમાં સવાર નવ માછીમારોની ધરપકડ કરવામાં આવી છે.

કચ્છ: જખૌના દરિયામાંથી કોસ્ટ ગાર્ડે બોટ સાથે નવ પાકિસ્તાનીને ઝડપ્યા

કચ્છના જખૌના દરિયાઈ જળસીમામાંથી વધુ એક પાકિસ્તાની બોટ પકડાવાની ધટના સામે આવી છે. ભારત પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય જળસીમાએ નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરી રહેલ પાકિસ્તાની બોટ મરીન પોલીસે પકડી છે. આ બોટમાં સવાર 9 પાકિસ્તાની માછીમારોની જખૌ કોસ્ટગાર્ડે ધરપકડ કરી છે.

ભારતીય કોસ્ટગાર્ડની ટીમ સ્પીડબોટ મારફતે પેટ્રોલીંગ કરી હતી તે દરમિયાન ભારતીય જળસીમામાં ગેરકાયદેસર પ્રવેશી માછીમારી કરતી પાકિસ્તાની બોટ દેખાતાં કોસ્ટ ગાર્ડની ટીમે બોટને આંતરી ઝડપી લીધી હતી.

પ્રાથમિક તપાસમાં તમામ લોકો માછીમારો હોવાનું તથા પાકિસ્તાની હોવાનું સામે આવ્યું છે. જોકે આ બોટમાથી શંકાસ્પદ કોઇ ચીજવસ્તુ મળી નથી. બોટમાંથી માછીમારીને લગતી સામગ્રી તથા સવાર શખ્સો પાસેથી પાંચ મોબાઇલ અને પાકિસ્તાની ચલણ મળી આવ્યું છે.

કોસ્ટગાર્ડે આ તમામ માછીમારો જખૌ મરીન પોલીસે સોપ્યા છે.  જખૌ મરીન પોલીસે આ પાકિસ્તાની માછીમારો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર