નલિયા કાંડ: પીડિતાના પતિના સ્ફોટક નિવેદનથી ઉઠ્યા સવાલ, શું કહ્યું? જાણો

Feb 11, 2017 03:50 PM IST | Updated on: Feb 11, 2017 03:50 PM IST

ભૂજ #ભાજપની આબરૂની સરેઆમ ફજેતી કરનારા નલિયાકાંડમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. અત્યાર સુધી જેના નામને લઇને મોટું રહસ્ય સર્જાયું હતું એ ભાભીને લઇને આજે પીડિતાના પતિએ સ્ફોટક નિવેદન કરતાં આ મામલે અનેક સવાલો ઉઠવા પામ્યા છે. સમગ્ર પ્રકરણને દબાવી દેવા કે પછી ભીનું સંકેલી લેવા માટે મોટા માથાઓએ મોટો દાવ માર્યો હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

65 નરાધમો કરતા હતા શોષણ

ભાજપના પદાધિકારીઓ દ્વારા શોષણ કરવાના બહુચર્ચિત નલિયા સેક્સ કાંડમાં પીડિતાના પતિએ આજે મીડિયા સમક્ષ ઘણા ચોંકાવનારા ખુલાસા કર્યા હતા. આ લોકોના ત્રાસથી પીડિતાએ આત્મહત્યા કરવાનું પણ પગલું ભર્યું હતું તો આ રેકેટમાં 35થી 40 યુવતીઓ ફસાઇ હોવાનું પણ કહ્યું હતું.

શાંતિલાલ કરતો હતો પરેશાન

પીડિતાના પતિએ મીડિયા સમક્ષ કહ્યું કે, મારી પત્નિના કહેવા મુજબ શાંતિલાલ સોલંકીએ નોકરી અપાવવાના નામે મારી સાથે દુષ્કર્મ આચર્યું હતું અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો.

ભાભી નિર્દોષ, સારા વ્યક્તિ

પીડિતાના પતિએ કહ્યું કે, ભાભી બહુ સારા છે. એમણે તો આવુ થતું હોવા અંગે જાણકારી આપી હતી. મીડિયાએ આ અંગે વધુ સવાલ કરતાં પીડિતાના પતિએ કંઇ કહેવાનો ઇન્કાર કર્યો હતો. જેને લઇને અનેક સવાલો ઉઠવા પામ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર