LIVE: ખોડલધામમાં લાખો ભાવિકોની ઉપસ્થિતિ વચ્ચે પ્રાણપ્રતિષ્ઠા, સમુહ રાષ્ટ્રગાનનો રેકોર્ડ

Jan 21, 2017 10:30 AM IST | Updated on: Jan 21, 2017 11:14 AM IST

ખોડલધામ #કાગવડ ખોડલધામ મંદિરના પાંચ દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આજે છેવટે પ્રાણ પ્રતિષ્ઠાની ઐતિહાસિક ઘડી આજે આવી પહોંચી છે. આજે વહેલી સવારે સૂર્યના પહેલા કિરણની સાથે જ અહીં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની સાથોસાથ આજે અહીં સમુહ રાષ્ટ્રગાનનો પણ એક રેકોર્ડ સર્જાયો છે.

શનિવારે સવારે પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ અંદાજે 3.50 લાખ ભાવિકો એક સાથે સમુહ રાષ્ટ્રગાન કર્યું છે. ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ થયો છે. અહીં આવનાર ભાવિકોની એન્ટ્રી માટે 125 ગેટ બનાવ્યા હતા.

અહીં નોંધનિય છે કે, ખોડલધામ મંદિરમાં અન્ય બે રેકોર્ડ પણ નોંધાયા છે. એક જ પરિસરમાં એક સાથે 1008 શ્રધ્ધાળુઓ દ્વારા 1008 કૂંડી મહાયજ્ઞ અને મા ખોડલનો રથ છેલ્લા દોઢ વર્ષ દરમિયાન 18 જિલ્લા, 452 તાલુકા અને 3500 ગામડાઓમાં એક લાખ કિલોમીટર કરતાં પણ વધુ ફર્યો હતો.

કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવીયાએ કહ્યું કે, અહીં જે રીતે આયોજન કર્યું છે એ જોતાં એવું લાગે છે કે, સમાજને વિકાસની જે તકો મળી છે. એનો આપણે ઉપયોગ કર્યો છે. આ પ્રકારના સંકુલો સમાજને એક કરે છે. સમાજમાં રહેલી ત્રુટીઓ દુર કરે છે. એક યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડે છે. નહીં માત્ર પાટીદાર સમાજ માટે જ પરંતુ આમ જનતા અને ખેડૂત આલમ માટે ઉપયોગી થાય એ પણ જરૂરી છે.

પૂર્વ કેન્દ્રિય મંત્રી પ્રફુલ્લ પટેલે જણાવ્યું કે, માતાના આ પાવન પ્રસંગે ભૂમિમાં આપ સૌ પધાર્યા છો. આપનું સ્વાગત કરૂ છું. વિશેષ કરીને નરેશભાઇનું એમની ટીમનું કે જેમણે આ આયોજન કર્યું છે. શિસ્તની સાથે આયોજનબધ્ધ છે. મોટા ગર્વની વાત છે. લાખ લાખ અભિનંદન, સામે ભારતનો તિરંગો લહેરાઇ રહ્યો છે ત્યારે આજે વિશ્વ વિક્રમ નોંધ્યો એ ગિનિઝ બુકમાં નવો વિક્રમ નોંધાવ્યો એ તિરંગાની રક્ષા કરવા અને શાન વધારવા માટે સરદારની મહત્વની ભૂમિકા રહી છે એ ક્યારેય ભૂલી ના શકાય. ભારતનો જે નકશો આપણે જોઇ રહ્યા છીએ એમાં એક પાટીદારની ભૂમિકા હતી. આજે અનેક આગેવાનોએ પોતાના વિચારો રાખ્યા એમાં હુ કહેવા માગું છું કે, દેશ અને દુનિયા બદલાઇ રહી છે ત્યારે પાટીદારોએ પણ વિચારવાની જરૂર છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર