ભ્રષ્ટાચાર બ્લેક મનીને ખતમ કરવા બનો કેશલેસ, અપનાવો ભીમ એપ: વડાપ્રધાન મોદીની સેલવાસમાં અપીલ

Apr 17, 2017 03:33 PM IST | Updated on: Apr 17, 2017 03:56 PM IST

સેલવાસ #સુરત, તાપી બાદ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સેલવાસામાં જાહેર સભાને સંબોધતાં કહ્યું કે, મોરારજીભાઇ દેસાઇ બાદ એક પીએમ તરીકે મને અહીં આવવાનો અવસર મળ્યો એ માટે આપ સૌનો આભાર, દેશમાંથી ભ્રષ્ટાચાર, બ્લેક મનીને નાથવા કેશલેસ બનવા અને ભીમ અેપ અપનાવા વડાપ્રધાને જનતાને અપીલ કરી હતી.

બાજીપુરા ખાતે સુમુલ ડેરી પ્લાન્ટના લોકાપર્ણ વખતે PM મોદીએ શું કહ્યું? વાંચો

ભ્રષ્ટાચાર બ્લેક મનીને ખતમ કરવા બનો કેશલેસ, અપનાવો ભીમ એપ: વડાપ્રધાન મોદીની સેલવાસમાં અપીલ

સેલવાસીઓના સુખ દુ:ખથી પરિચીત હોવાનો ઉલ્લેખ કરતાં વડાપ્રધાને કહ્યું કે, દેશનો કોઇ ખૂણો નહીં હોય કે જ્યાંના લોકો અહીં નહીં રહેતા હોય, હુ અહીં આજે પ્રથમ વખત નથી આવ્યો, અહીં સ્કુટર પર ઘણું ફર્યો છું એટલે અહીંના સુખ દુખથી સારી રીતે પરિચીત છું.

વાંચો: સુરત ખાતે કિરણ હોસ્પિટલનું ઉદઘાટન કરતાં મોદીએ શું કહ્યું? 

વધુમાં એમણે કહ્યું કે, અમારી સરકારનો એક જ વિકાસ મંત્ર છે કે દેશના દરેક ખૂણાનો નાનામાં નાનો નાગરિક આ દેશનો માલિક છે. સૌનો વિકાસ કરવો એ બધાની સામુહિક જવાબદારી છે. પરંતુ અગાઉની જે સરકારોએ દિલ્હીમાં રાજ કર્યું, રાજ્યો સામે ખોટા આરોપો લગાવાતા હતા એ દુખદ છે.

એમને શોભા આપતું ન હતું. અમે સરકારમાં આવ્યા, પ્રફુલ્લભાઇને કામ સોંપ્યું, પહેલા સરકારી બાબુઓ યુનિયન ટેરીટરીમાં જવાનું પસંદ કરતા હતા. એમપીને સંભાળી લીધો તો કામ થઇ જતું હતું. આ સચ્ચાઇ છે. પરંતુ આ કોંગ્રેસની નહીં પરંતુ મોદીની સરકાર છે. અહીં જનતા માટે કામ કરવું પડશે, દોડવું પડશે, એ મકસદથી કામ કરવું પડશે અને એનું જ આ પરિણામ છે કે આજે હજારો પરિવાર કે જેઓને જમીનના પટ્ટા આપવામાં આવી રહ્યા છે.

હજારો આદિવાસીઓ કે જેઓ અનેક પેઢીઓથી જમીનને વાવી રહ્યા હતા પરંતુ એમની પાસે કોઇ દસ્તાવેજ ન હતો પરંતુ આજે હું દાદરા નગરના પ્રશાસકને હ્રદયથી અભિનંદન આપું છું, કે આદિવાસીઓને મારા હાથેથી હજારો પરિવારોને એમના હક સોંપવાનો અવસર આપ્યો છે.

વધુમાં એમણે કહ્યું કે, 22 સુધીમાં દેશનો કોઇ નાગરિક એવો નહીં હોય કે એને પોતાનું ઘર ન હોય. ઘર વિહોણા પરિવારોને ઘર અપાશે. અનેક યોજનાઓ લઇને સરકાર આવી છે. ડોક્ટર ગમે તે દવા લખે પરંતુ તમે જનરિક કેન્દ્ર પર પહોંચી જાવ, એ સારી જ દવા છે. એ સસ્તી પણ છે અને સારી પણ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર