દ્વારકાના દરિયામાં બોટ ડુબી, 1 માછીમારનું મોત,બે લાપતા

Jan 19, 2017 05:00 PM IST | Updated on: Jan 19, 2017 05:00 PM IST

દ્વારકાઃતા 17 જાન્યુઆરીને રોજ જખૌથી 6 માછીમારો સાથેની " ફૅજે - સંજરી " નામની બોટ દ્વારકા નજીક અરબી સમુદ્રમાં માછીમારી કરવા માટે આવી હતી.ત્યારે ગઈ કાલે મોડી રાત્રીના સમુદ્રમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા   " ફૅજે - સંજરી " નામની બોટ ઉંધી વળી ગઈ હતી.જેથી બોટમાં બેઠેલા છે એ માછીમારો સમુદ્રમાં ગરક થઇ ગયા હતા.

જે માંથી ત્રણ માછીમારો ઉંડા પાણીમાં ડુબી જતા લાપતા બન્યા છે અને અને એક 23 વર્ષના નદીમ ઉંમર ચૌહાણ નામનો માછીમારનું મોત થયું હતું અને અન્ય બે માછીમારો બોટના લાકડાનો ટેકો લઇ બચી જવા પામ્યા હતા.બચી જનાર બને માછીમારોમાંથી એક માછીમાર ડુબી ગયેલા ઉમેરનો સગ્ગો મોટો ભાઈ હોવાથી દ્વારકા હોસ્પિટલમાં ગમગીની ભર્યું વાતાવરણ સર્જાયું હતું.

માછીમાર સમાજના આગેવાનો દ્વારકાની સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને મૃતક માછીમાર ઉંમરના મોટા ભાઈ જાકુ ઉમેર ચૌહાણને દિલાસો આપ્યો હતો.

બનાવની જાણ થતા દ્વારકાની 108 ની ટીમ દ્વારકાના રૂપેણ બંદરમાં આવીને બચી ગયેલા માછીઓમારોને સરકારી હોસ્પિટલે પહોચાડીયા હતા.બનાવની વધુ તાપાસ માટે દ્વારકા પોલીસનો સ્ટાફ દ્વારકા સરકારી હોસ્પિટલે આવીને મૃતકની પી.એમ.ની કાર્યવાહી કરી હતી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર