રાજકોટના જાણીતા તબીબ પર કેસ,પત્ની બોલી-તે મને મારકુંટ કરે છે

Jan 11, 2017 08:24 PM IST | Updated on: Jan 11, 2017 08:24 PM IST

રાજકોટઃરાજકોટના જાણીતા તબીબ ફોરમભાઈ વિઠલાણી પર તેની પત્નીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે. શહેરના કાલાવડ રોડ પર કલીનીક ધરાવતા ડેન્ટીસ્ટ ફોરમભાઈ ઉપરાંત તેના માતા પિતા અને બેન બનેવી પર મહિલા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ફોરમભાઈના પત્ની ડિમ્પલે હાલ પોતાના પિતાના ઘરે રહે છે અને પોતાના તબીબ પતિ અને તેના પરિવારજનો મારકૂટ કરતા હોઈ અને તથા તેનો કરિયાવર પરત નહિ કરી છુટાછેડા પણ ના આપતા હોવાની ફરિયાદ કરી છે.

ફરિયાદમાં ડિમ્પલે આક્ષેપ કર્યો છેકે તેના પતિએ પોતાને છુટાછેડા આપ્યા વગર જ વિદેશ જઈ ત્યાની કોઈ મહિલા સાથે લગ્ન કરી લીધા છે અને પોતાની જુનીયર ડોક્ટર અને સહકર્મી સાથે પણ ખોટા સંબંધો રાખ્યા હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારે શહેરના જાણીતા તબીબ પર ફરયાદ નોંધાતા તબીબ જગતમાં પણ ચકચાર મચી ગઈ છે.

રાજકોટના જાણીતા તબીબ પર કેસ,પત્ની બોલી-તે મને મારકુંટ કરે છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર