સુરેન્દ્રનગરઃધોળીધજા ડેમમાં નહાવા પડેલા બે યુવક લાપતા

Feb 25, 2017 08:02 PM IST | Updated on: Feb 25, 2017 08:02 PM IST

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગરના ધોળીધજા ડેમમાં  નર્મદા કેનાલનું  પાણી ઠાલવવામાં આવી રહ્યું છે. અહી ગાડી ધોવા ગયેલા 3 યુવકો નાહવા ડેમમાં પડતા ઊંડાપાણીમાં ડૂબવા લાગ્યા હતા. જેમાંથી  એક યુવકનો અદભુત બચાવ થયો હતો. જયારે  2 યુવકો પાણીમાં ગરક થઇ ગયા છે. મીત્રોને ડુબતા જોઇ મહા મહેનતે બહાર આવેલો મિત્રએ બુમાબુમ કરતા નજીકના લોકો દોડી આવ્યા હતા.

સુરેન્દ્રનગરઃધોળીધજા ડેમમાં નહાવા પડેલા બે યુવક લાપતા

અહી ફાયર બ્રીગેડ પણ પહોટ્યુ હતું.સ્થાનીક  તરવૈયાની ટીમે અને ફાયર ટીમે  દ્વારા ડૂબી ગયેલા  બંને યુવકોને શોધવાના  પ્રયાસો શરૂ કરી દીધા છે.હાલ તો  બંને  ડૂબી ગયેલા ના  પરિવારને  જાણ કરતા  ભારે શોક નો માહોલ ફેલાયો છે.ડેમમાં લાપતા બે યુવકોના નામ  અર્જુન સિંહ પરમાર અને  વસીમ રસુલ હોવાનું  જાણવા મળે છે.

 

સુચવેલા સમાચાર