બોટાદઃવિદ્યાર્થીઓએ ડ્રાઇવરને ફટકારી બસના કાચ તોડતા મામલો ગરમાયો

Jan 12, 2017 03:50 PM IST | Updated on: Jan 12, 2017 03:50 PM IST

બોટાદઃ ઢસા –ખંભાત એસટી બસના ચાલકને વિદ્યાર્થીએ માર મારતા મામલો ઉગ્ર બન્યો છે. અન્ય બસના ચાલકો પણ હડતાળ પર ઉતર્યા છે.જોટીગડા ગામ પાસે બસનો કાચ તોડવામાં આવ્યો છે.ચાલક દ્વારા પોલીસ ફરિયાદ ની તજવીજ હાથ ધરી છે.

ઢસા –ખભાત એસટી બસ આજ રોજ બોટાદ તરફ આવી રહી હતી ત્યારે જોટીગડા ગામ પાસે સ્કુલના વિધાર્થીઓ દ્વારા બસના ચાલક રજાકભાઈ વોરા ને મારમારી એસટી બસ પાછળના ભાગનો કાચ તોડવામાં આવ્યો  હતો.એસટી બસ ચાલક રજાકભાઈ વોરા ના જણાવ્યા મુજબ ઢસા –ખભાત બસ પહેલા લોકલ બસ આવે છે પણ તેમાં વિધાર્થીઓ બેસતા નથી અને અમરી બસ માં જ બેસે છે.

બોટાદઃવિદ્યાર્થીઓએ ડ્રાઇવરને ફટકારી બસના કાચ તોડતા મામલો ગરમાયો

અમારી બસમાં પેસેન્જર ફૂલ હોય છે .અને સ્કુલના વિધાર્થીઓને બીજી બસમાં બેસવાનું કહી તો તે બસ રોકી નાખે છે.આજે પણ વિધાર્થીઓ બસમાં બેસી ગયા હતા અને અમને ગાળો આપેલ અને માર માર્યો હતો .રોજ વિધાર્થીઓ દ્વારા અમને હેરાન પરેશાન કરવામાં આવે છે.ચાલકને માર મારતા એસટીના ચાલકો અને કડકટર હડતાલ પર ઉતરી ગયા હતા.બનાવ અગે પોલીસ ફરિયાદ નોધવાની તપાસ હાલ હાથ ધરવામાં આવી રહી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર