બસ ઉભી નહી રાખે તેવું માની યુવતીએ ચાલુ બસે કુદકો માર્યો

Mar 21, 2017 07:00 PM IST | Updated on: Mar 21, 2017 07:00 PM IST

ભુજ-પોરબંદર રૂટની એસટી બસ-પોરબંદરથી ભુજ આવતી હતી  ત્યારે માર્ગમા ગાંધીધામના પડાણા નજીક સ્ટોપેજના અભાવે બસ ઉભી નહી રહે તેવા ડરે નિશા ખત્રી નામની યુવતીએ ચાલુ બસે બહાર કૂદકો માર્યો હતો. આ ઘટનાને પગલે લોકોએ બસ પર પથ્થરમારો કર્યો હતો.

બસ ઉભી નહી રાખે તેવું માની યુવતીએ ચાલુ બસે કુદકો માર્યો

સ્ટોપેજના અભાવે બસ કદાચ ઉભી ના રહે તે બીકે યુવતીએ કૂદકો માર્યો હોવાની વિગતો મળી છે.બસની ગતિ  ધીમી હોઈ યુવતીને સામાન્ય  જેવી ઈજા થઇ હતી. ઘટના જોઈ દોડી આવેલાં આસપાસના લોકોએ આવેશમાં આવી બસ પર પથ્થરમારો કર્યો હતો.જોકે બસ કે પ્રવાસીઓને સદનસીબે કોઇ નુકસાન પહોચ્યુ નથી.ગાંધીધામ પોલીસે સ્થળ પર પહોંચી જઈ પરિસ્થિતિ થાળે પાડી  હતી અને  બસને થોડાંક સમય બાદ ભુજ રવાના કરાઇ હતી.

નોધનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી એસટી બસના ડ્રાયવર અને કંડક્ટરોની મનમાની જોવા મળી રહી છે. મુસાફરોને અમુક જગ્યાએ સ્ટોપેજ હોવા છતાં પણ બસના માલિક પોતે હોય તેવું ઉધ્ધતાઇ ભર્યુ વર્તન કરી મુસાફરોને હડધૂક કરાતા હોય છે. ક્યારેક વૃદ્ધ મુસાફરોની આજીજી કે દર્દીઓની વેદનાને સમજ્યા વગર જ એસટી તંત્રના નફફ્ટ ડ્રાયવર અને કેટલાક કંડક્ટરો મનમાન્યુ વર્તન કરે છે જેના પર લગાવ લાવવી જરૂરી છે. નહી તો મુસાફરો માટે બસની મુસાફરી ક્યારેક જીવલેમ બની શકે છે.

સુચવેલા સમાચાર