ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાની તબિયત લથડી,હોસ્પિટલ ખસેડાયા

Jan 24, 2017 04:15 PM IST | Updated on: Jan 24, 2017 04:15 PM IST

રાજકોટઃ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતા અનિરૂધ્ધસિંહ જાડેજાની તબિયત અચાનક લથડતાં તેમને રાજકોટની સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં. સુત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ગઈકાલે અનિરૂધ્ધસિંહ ના પેટમાં અચાનક દુખાવો ઉપડતાં તેને જામનગરથી તાત્કાલિક રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યા હતાં.

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પિતાની તબિયત લથડી,હોસ્પિટલ ખસેડાયા

તો ગઈકાલે જ મેચ પુરો થયા બાદ રવિન્દ્ર તેની પત્ની સાથે પણ રાજકોટ આવ્યો હતો. તો જાણકાર ડોકટરોના જણાવ્યા મુજબ રવિન્દ્રના પિતાના આંતરડામાં નાનુ કાણુ હોવાથી તેમને આ પ્રકારની તકલિફ થવા પામી હતી. જો કે હાલ તેઓની તબિયત સ્થિર હોવાનુ જણાઈ રહ્યુ છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર