સુરેન્દ્રનગરઃકલેકટરે રિક્ષામાં કરી કેશલેસ મુસાફરી,આવી રીતે ચુંકવણી કરી

Jan 03, 2017 03:34 PM IST | Updated on: Jan 03, 2017 03:34 PM IST

સુરેન્દ્રનગરઃસુરેન્દ્રનગર જિલ્લામાં નોટબંધીના નિર્ણય બાદ લોકોને પડતી મુશ્કેલી દૂર કરવા માટે લોકોને અને વેપારીઓને કેશલેસ થવા માટે વિવિધ સેમીનારો કરવામાં આવે છે. જેમાં અગાઉ કલેકટર ઉદીત અગ્રવાલે શાક માર્કેટમાં જઇ કેશલેસ શાકભાજીની ખરીદી કરી હતી. ત્યારે સોમવારે મીટીંગ અર્થે જિલ્લા પંચાયત જવાનું હોવાથી તેઓએ રિક્ષામાં મુસાફરી કરી કયુઆરકોડ થકી રિક્ષાભાડાની ચૂકવણી કરી હતી.

કલેકટર ઉદીત અગ્રવાલે જણાવ્યુ કે, રિક્ષાચાલકો કલેકટર કચેરીએ આવીને પોતે કેશલેસ થયા હોવાની વાત કરી હતી. આથી કલેકટર કચેરીથી જિલ્લા પંચાયત સુધી રિક્ષામાં કેશલેસ મુસાફરી કરી છે.

સુરેન્દ્રનગરઃકલેકટરે રિક્ષામાં કરી કેશલેસ મુસાફરી,આવી રીતે ચુંકવણી કરી

કલેકટરે રિક્ષામાં કરી કેશલેસ મુસાફરી : જિલ્લા સમાહર્તા કરી શકે તો તમે કેમ નહીં? 

કેશલેસ ભાડુ લેવાથી ફાટેલી નોટો, જૂની નોટો, પૈસા ગણવા, પૈસા સાચવવાની સમસ્યામાંથી મુકિત મળે છે. મેં મારા મોબાઇલમાં પેટીએમ અને ભીમ એપ્લીકેશન નાંખીને કેશલેસ વ્યવહાર શરૂ કરી દીધા છે. જિલ્લા માં  ઇ-બેંકના વ્યવહાર શરૂ કરી દીધા હોવાથી  લોકોએ  કલેકટરના અભીગમ ને વધાવી લીધો છે  સુરેન્દ્રનગર ની બજારમાં  કલેક્ટરની આ કેશલેશ પરધતી રીક્ષા માં કેટલી ચાલે છે તે આવનારો સમય કહી શકે.

 

સુચવેલા સમાચાર