ભૂજ પાલિકાની સામાન્ય સભામા હંગામો,વિપક્ષે શાસકોને કર્યા કેદ

Mar 01, 2017 08:26 PM IST | Updated on: Mar 01, 2017 08:26 PM IST

ભૂજઃકચ્છના પાટનગર ભૂજ નગરપાલિકામાં આજે મળેલી સામાન્ય સભામાં શાસકો પર વિપક્ષોએ હાવી થઈને હંગામો મચાવી દીધો હતો. બેઠક વચ્ચે બહુમતીના જોરે ઠરાવો પસાર કરીની નાસી જવાની પેરવી કરતા શાસકોને વિપક્ષના નગરસેવકોએ રીતસર સભાગૃહમાં કેદ કરીને ભારે ધમાલ મચાવી હતી જોકે સમગ્ર મામલો પોલીસે માંડ માંડ થાળે પાડયો હતો.

ભૂજ પાલિકાની સામાન્ય સભામા હંગામો,વિપક્ષે શાસકોને કર્યા કેદ

ભૂજ પાલિકાના સભાગૃહમાં આજે સવારે સામાન્ય સભાની શરૂઆત રાષ્ટ્રગિત સાથે કરવામાં આવી હતી આ સમયે જ શહેરના કેટલાક વિસ્તારોમાં મહિલાઓનો એક મોરચો પાણી સમસ્યાના મુદે કચેરીમાં આવીને સભાગૃહ સુધી પહોંચ્યું હતું. સામાન્યસભામાં પાણી સમસ્યાના મુદે હાથમાં માટલા સાથે આવેલા વિપક્ષના નગરસેવકોને આ મોરચાએ વધુ શકિત પુરી પાડતા જાણે કે સમરાંગણ શરૂ થયું હતું. મહિલાઓ થાળી વેલણ વડે ભારે દેકારો બોલાવી દીધો હતો તો વિપક્ષે માટલો ફોડીને વિરોધ નોંધાવ્યો હતો.

સામાન્ય સભા શરૂ થવા સાથે કોંગ્રેસ નલિયાકાંડના મુદે 22 મહિલા નગરસેવકો ધરાવતી આ પાલિકા કડક પગલા ભરાય અને ન્યાયિક તપાસ થાય તેવા મુદે ઠરાવ કરવાની માંગ  કરી હતી જેને પગલે શાસકોએ સમગ્ર સભાને આટોપી લીધી હતી. બહુમતીના જોરે નાસી જવાની પેરવી થતા જ ઉશ્કેરાયેલા કોંગ્રેસના નગરસવેકોએ પોલીસની હાજરીમાં જ સભાગૃહ બંધ કરી દઈને શાસકોને કેદ કરી લીધા હતા. પોલીસે આ સ્થિતીમાં વચ્ચે પડીને સભાગૃહના દરવાજા  ખોલીને શાસકોને બહાર કાઢયા હતા. આ સમગ્ર દેકારા વચ્ચે પાલિકાના વાર્ષિક બજેટ પણ મંજુર કરાયું હતું.

 

સુચવેલા સમાચાર