જન્માષ્ટમી પૂર્વે દ્વારકાના રેલ્વે સ્ટેશને સુરક્ષા વ્યવસ્થા અભેદ બનાવી દેવાઈ

Aug 14, 2017 11:29 AM IST | Updated on: Aug 14, 2017 12:48 PM IST

દ્વારકામાં ઠેર-ઠેરથી ભાવિકો જન્માષ્ટમીના પર્વે આવી રહ્યા છે. ઝેડ પ્લસ કેટેગરીમાં આવતા જગત મંદિર આતંકીઓ પોતાનો નિશાનો બનાવે તેવા અનેક વખત સંકેતો આઈ.બી. સહિતની એજન્સીઓએ આપ્યા છે. હાલ ભગવાન શ્રીકૃષ્ણના ૫૨૪૪માં જન્મોત્સવમાં લાભ લેવા આવતા યાત્રાળુઓ ટ્રેન મારફત પણ આવતા હોય છે. આંતર રાજ્યમાંથી આવી રહેલા ભાવિકો વચ્ચે ઘુસી કોઈ તત્વો અણ છાજતા બનાવને અંજામ નહી આપી શકે. રેલ્વે પોલીસે ખાસ જન્માષ્ટમી પૂર્વે આવી રહેલી ટ્રેનો અને સ્ટેશન પર હથિયારધારી કર્મીઓ તૈનાત કરી દીધા છે. ખાસ કરીને દ્વારકામાં જામનગર અને રાજકોટ રેલ્વે પોલીસની ટુકડીઓ પણ બોલાવવામાં આવી છે. અને રેલ્વે સ્ટેશન પર આવતા-જતા લોકો અને તેના સમાનનું ચેકિંગ પણ હાથ ધરાયું છે

જન્માષ્ટમી લઇ ને શહેર ના તમામ શ્રી કૃષ્ણ ના મંદિરો માં તડામાર તૈયારીઓ ચાલી રહી છે . ભગવાન દ્વારકાધીશ ના જન્મ નિમિતે ભાડજ ખાતે આવેલા હરે ક્રિષ્ણા મંદિર માં ભક્તો માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે . જન્માષ્ટમી એ મંદિર માં વિશેષ હિંડોળા દર્શન રાખવામાં આવ્યું છે . તો બાળ કૃષ્ણ ના જન્મ સમયે રાત્રે મહાભિષેક અને મહા આરતી પણ  થશે . હરે ક્રિષ્ણા મંદિર પ્રસિદ્ધ મંદિર હોવાથી હજારો ભક્તો અહીં દર્શન માટે આવતા હોય છે જેને લઇ જન્માષ્ટમી ના રોજ આખો દિવસ રાધે ક્રિષ્ણા ના દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે ...

Three Terrorists Dead After Attack At Army Camp In Handwara, Kashmir

સુચવેલા સમાચાર