તાલાલાઃATMમાં 10ની નોટ નાખતા જ મળશે ગાય કે ભેસનું દૂધ

Jan 27, 2017 09:43 AM IST | Updated on: Jan 27, 2017 09:43 AM IST

તાલાલાનાં ડેરી સંચાલકે શરૂ કર્યું દૂધ માટેનું એ.ટી.એમ,તાલાલાના શહેરીજનો બેન્કના  એ.ટી.એમ જેમ રૂપિયા 10 થી લઈને 100 રૂપિયાનું દૂધ આ એ.ટી.એમ દ્વારા મેળવી રહ્યા છે.

તાલાલાઃATMમાં 10ની નોટ નાખતા જ મળશે ગાય કે ભેસનું દૂધ

ગીર સોમનાથ જિલ્લાના તાલાલામાં રહેતા દૂધની ડેરીના સંચાલકે દૂધ માટેના એ.ટી.એમની શરૂઆત કરી છે. બેન્કની મારફત 10,20.50 અને 100 રૂપિયાની નોટ દ્વારા  આ એ.ટી.એમ માંથી દૂધ મેળવી શકાય છે. હાલ પ્રારંભિક ધોરણે ગાય અને ભેંસનું દૂધ મેળવી શકાય છે.

જેમાં વધુ સંશોધન કરીને દૂધની સાથે છાછ પણ વહેંચી શકાય તેવું આયોજન ડેરીના સંચાલક દ્વારા હાથ ધરવામાં આવ્યું છે જે પણ આગામી સમયમાં શરૂ થઇ જશે તેવો આશાવાદ ડેરીના સંચાલકે વ્યક્ત કર્યો છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર