ભવનાથ મંદિરના આર્થિક વહીવટ માટે નાયબ કલેકટરની નિમણુંક 

Feb 07, 2017 05:21 PM IST | Updated on: Feb 07, 2017 05:21 PM IST

જુનાગઢઃજુનાગઢના સુપ્રસિદ્ધ ભવનાથ મંદિરના મહંતને લઇ વિવાદ સર્જાયો છે ત્યારે કલેકટરે ભવનાથ મંદિરના આર્થિક વહીવટ માટે નાયબ કલેકટર રાજેશ આલની નિમણુક કરી છે અને તેઓ ભવનાથ મંદિર નો આર્થિક વહીવટ સંભાળશે. જુનાગઢ ભવનાથ મંદિરના મહંતને લઇ અનેક વિવાદો સર્જાયા છે મહંત હરીગીરજીએ ચકચારી અને વિવાદાસ્પદ જયશ્રીગીરીની નિમણુક ભવનાથ મંદિર સંચાલિકા તરીકે કરી હતી.

અને તેણે દાનપેટીને તાળા મારી દીધા હતા અને ત્યાર બાદ તેની અટક થતા ભવનાથ મહંત હરીગીરીજીએ મંદિરની એક કમિટી બનાવી ભારતી બાપુની નિમણુક કરી હતી. ત્યારે શિવરાત્રીનો મેળો નજીક આવતો હોય અને કોઈ અનિચ્છનીય  બનાવ ન બને તે માટે કલેકટર રાહુલ ગુપ્તાએ ભવનાથ મંદિરના આર્થિક વહીવટ માટે નાયબ કલેકટર રાજેશ આલની  નિમણુંક કરી છે.

ભવનાથ મંદિરના આર્થિક વહીવટ માટે નાયબ કલેકટરની નિમણુંક 

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર