રાજકોટઃદત્તક 62 દિકરીઓને ભણાવવાનો ઇનકાર,મામલો કલેક્ટર સુધી પહોચ્યો

Mar 16, 2017 05:01 PM IST | Updated on: Mar 16, 2017 05:01 PM IST

રાજકોટઃ રાજકોટની શાંતિલાલ નાથાલાલ કણસાગરા સ્કુલ દ્વારા ત્રણ વર્ષ પહેલા રાજકોટના સ્લમ વિસ્તારમાં ચાલતી જુદી જુદી આંગણવાડીઓ માંથી 62 જેટલી ગરીબ દિકરીઓને દતક લેવામાં આવી હતી. ત્રણ વર્ષ સુધી ભણાવ્યા ગણાવ્યા બાદ હવે અચાનક શાળાના સંચાલકોએ દિકરીઓના મા બાપને બિજે એડમિશન લેવાનુ કહેતા વાલીઓ પર દુખના ડુંગર પડયા જેવી સ્થિતી સર્જાઈ છે.

datak dikri1

રાજકોટઃદત્તક 62 દિકરીઓને ભણાવવાનો ઇનકાર,મામલો કલેક્ટર સુધી પહોચ્યો

એસ.એન. કે સ્કુલ દ્વારા તરછોડવામાં આવેલ દિકરીઓની વહારે હવે સામાજીક સંસ્થાઓ પણ આવી છે. ત્યારે આ મામલે તેઓએ કલેકટરને પણ રજુઆત કરી છે. આ સમગ્ર મામલે હવે કલેકટરે પણ તપાસના આદેશ આપ્યા છે. કારણકે સરકાર દ્વારા દરેક સ્કુલોમાં જ્યારે મફત ચેકિંગ તેમજ ટ્રીટમેન્ટ કરાવી આપવામાં આવેછે. ત્યારે એસ.એન.કે સ્કુલ દ્વારા ફરજીયાત ચેકઅપ માટે કઈ રીતે વાલીઓને ફરજ પાડવામાં આવે.

ત્યારે રાજકોટ કલેકટર વિક્રાંત પાંડે દ્વારા એસ.એન.કે શાળાના પ્રિન્સીપાલ અને જિલ્લા શિક્ષણ અધિકારી બંનેને બોલાવવામાં આવ્યા છે. તેમજ દતક લિધોલી બાળકીઓને તરછોડવા અંગે સપષ્ટીકણ આપવાનુ પણ કહ્યુ છે. તો કેટલાંક વિષ્વસનિય સુત્રોનુ માનિયે તો એસ.એન.કે વિદેશી ફંડ મેળવવા આ પ્રકારનુ કૃત્ય કર્યુ હોવાનુ જાણવા મળી રહ્યુ છે.

વાલીઓને ફોગટનો કરાવ્યો હતો ખર્ચ

ત્રણ વર્ષ પહેલા શાળાના સંચાલકોએ તમામ વાલીઓ પાસે એવી શરત મુકી હતી.તેઓ જો પોતાના બાળકોને એસ.એન.કે મા ભણાવવા માંગતા હોઈ તો તેમને પોતાના બાળકોના શારીરીક રીપોર્ટ કરાવવા જરૂરી છે. આથી 62પૈકી કેટલીક દિકરીઓના વાલીઓએ તેમની દિકરીઓના 5000 રૂ.ના ખર્ચે ચેકઅપ કરાવ્યા હતા. જો કે આ પ્રકારના ફરજીયાત ચેકઅપનો ક્યાય નિયન નથી.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર