મળો KBC-9ની પહેલી કરોડપતિ અનામિકા મજૂમદારને

Oct 03, 2017 04:38 PM IST | Updated on: Oct 03, 2017 05:54 PM IST

ઝારખંડનાં જમશેદપુરની રહેવાસી અનામિકા મજૂમદાર કૌન બનેગા કરોડપતિ સિઝન 9ની પહેલી કરોડપતિ બની ગઇ છે. માનવામાં આવે કે, અનામિકા એક કરોડ રૂપિયા જીત્યા બાદ સાત કરોડનાં સવાલ માટે એલિજેબલ થઇ હતી.  અત્યાર સુધીમાં 7 કરોડનાં સવાલ સુધી પહોંચનારી અનામિકા પહેલી વ્યક્તિ બની ગઇ છે.  અનામિકાએ આ ઉપલબ્ધિથી ઇતિહાસ રચી દીધો.

સોશિયલ વર્કર છે અનામિકા-

મળો KBC-9ની પહેલી કરોડપતિ અનામિકા મજૂમદારને

અનામિકા બે બાળકોની માતા છે સાથે સાથે તે સોશિયલ વર્કર પણ છે. તે ફેથ ઇન ઇન્ડિયા નામનો એક એનજીઓ ચલાવે છે. જ્યારે તેને પુછવામાં આવ્યું કે તે શોમાં જીતેલી રકમનું શું કરશે ? તો તેમણે કહ્યું કે, તે તેનાં એનજીઓનાં લોકોની મદદ કરશે. પોતાનાં એનજીઓ દ્વારા તે ઝારખંડનાં ગ્રામીણ ક્ષેત્રમાં કામ કરી રહી છે.

પ્રધાનમંત્રી મોદીને મળવા માંગે છે અનામિકા

અનામિકાએ તેનાં ઇન્ટરવ્યુંમાં કહ્યું કે તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા ઇચ્છે છે. તેમને મળીને તે ઝારખંડની મહિલાઓની સમસ્યા સમઝાવવા માંગે છે. આ માટે તેણે પ્રધાનમંત્રી મોદીને પત્ર પણ લખ્યો છે.

સુચવેલા સમાચાર