કાનપુરમાંથી બે શકમંદ આતંકીઓ ઝડપાયા, ભારતીય વાયુસેનામાં કરી ચૂક્યો છે 15 વર્ષ કામ

Mar 09, 2017 05:31 PM IST | Updated on: Mar 09, 2017 05:31 PM IST

નવી દિલ્હી #યૂપી એટીએસે ગુરૂવારે કાનપુરથી બે શકમંદ આતંકીઓને ઝડપી લીધા છે. ગૌસ મોહમ્મદ ખાન અને અઝહર નામના બે કથિત આતંકીઓને ઝડપી પુછપરછ હાથ ધરી છે. જેમાં ગૌસ મોહમ્મદ ખાન ઉર્ફે જીએમ ખાનને આ ગ્રુપનો માસ્ટર માઇન્ડ હોવાનું જાણવા મળી રહ્યું છે. અહીં નોંધનિય એ છે કે, અઝહર એ જ છે કે જે તાજેતરમાં જ કાનપુરમા થયેલી રેડ દરમિયાન પોલીસને ચકમો આપી નાસી છુટ્યો હતો.

પ્રાપ્ત જાણકારી મુજબ ગુરૂવારે પોલીસે ગૌસ મોહમ્મદ ખાનને ઝડપી લીધો છે. જેની ઉંમર અંદાજે 50 વર્ષની છે. તે એરફોર્સમાં 1978થી 1993 સુધી એરમેન તરીકે કામ કરતો હતો. તે બૂટ ચંપલનો વેપારી છે. ગૌસ મોહમ્મદ આ ગ્રુપનો માસ્ટરમાઇન્ડ હોવાનું માનવામાં આવી રહ્યું છે.

કાનપુરમાંથી બે શકમંદ આતંકીઓ ઝડપાયા, ભારતીય વાયુસેનામાં કરી ચૂક્યો છે 15 વર્ષ કામ

જ્યારે અઝહર ઇટાવાનો રહેવાસી છે અને ગ્રુપને હથિયાર સપ્લાય કરતો હોવાનું જાણવા મળી રહ્યું છે. તો આ મામલે વધુ એક નામ રોકી રાણાવતનું સામે આવ્યું છે. પોલીસે હવે એને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

યૂપી એટીએસ અને સ્થાનિક પોલીસની ટીમોએ છેલ્લા કેટલાક દિવસ પહેલા કાનપુરમાં રહમાની માર્કેટમાં રેડ કરી હતી. આ દરમિયાન અઝહર નામના એક શકમંદને પોલીસે પકડ્યો પરંતુ તે સમયે હાજર ટોળાએ પોલીસનો વિરોધ કર્યો હતો અને એને છોડાવી લીધો હતો.

આ મામલે એડીજી કાયદો વ્યવસ્થા દલજીત ચૌધરીએ બુધવારે દાવો કર્યો હતો કે અઝહરની જાણકારી અમારી પાસે છે પોલીસ આ દિશામાં કાર્યવાહી કરી રહી છે અને જલ્દીથી એને પકડી લેવાશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર