કડવા પાટીદારનાં ટ્રસ્ટીએ આપ્યો હાર્દિકને સાથ, શું સમાજ પણ તેમની સાથે?

Nov 06, 2017 07:09 PM IST | Updated on: Nov 06, 2017 07:14 PM IST

હાર્દિક પટેલ માટે રાહતના સમાચાર છે કડવા પાટીદાર પરિવાર ટ્રસ્ટ હાર્દિકના બચાવમાં ઉતર્યું છે કડવા પાટીદાર પરિવારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પર આક્ષેપ લગાવતા કહ્યું છે

સરકારનું નિવેદન હજુ સાકાર થયું નથી. સરકાર પોતાના વચનોમાં ફરી ગઈ છે. કડવા પાટીદાર અગ્રણીએ તેમનાં નિવેદનમાં કહ્યું કે, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન સરકારનો હથિયાર બનવાનું છોડી દે. અને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જનતાને ગેરમાર્ગે ન દોરે. સમાજને શિક્ષણ અને રોજગારી જરૂરી છે. આ સાથે જ ફાઉન્ડેશને પોતાનો સહાકર આપતાં કહ્યું કે હાર્દિક સહિત સરકાર સામે લડતા આંદોલનકારીને અમારું સમર્થન છે.

કડવા પાટીદારનાં ટ્રસ્ટીએ આપ્યો હાર્દિકને સાથ, શું સમાજ પણ તેમની સાથે?

હવે જ્યારે હાર્દિક પટેલને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન તરફથી સમર્થન મળ્યું છે તો શું પાટિદાર સમાજનાં સભ્યો પણ હાર્દિકની પડખે ઉભા રહેશે અને ભાજપ વિરોધી મતદાન કરશે તે સળગતો પ્રશ્ન ભાજપ માટે બની ગયો છે. એક તરફ જ્યાં સામાન્ય પાટિદાર સમાજ તેમનાં સમાજનાં આંદોલનકારી હાર્દિકને સમર્થન આપી રહ્યાં છે ત્યાં કેટલાંક એવા પણ છે જે પોતાનો મત કોંગ્રેસને આપવા માંગતા નથી. ત્યારે આખરે પાટીદાર મતદાતાઓનાં મનની મુંઝવણનું સમધાન તેમને મળશે કે તેઓ કોઇ પક્ષ પાર્ટી કે ચહેરાને જોઇ મતદાન કરશે તે આ વખતની ચૂંટણીમાં સૌથી મોટો પ્રશ્ન બની ગયો છે.

હાર્દિકનું ટ્વિટ

આપને જણાવી દઇએ કે આખી ઘટનામાં ગઇકાલે જ હાર્દિક પટલે ટ્વિટ કર્યું હતું જેમાં તેણે પટેલોને સાધતા લખ્યુ હતું કે, પાટીદારોની બે જ સંસ્થા છે. ખોડલધામ (કાગવડ) અને ઉમિયા ધામ (ઉંઝા) આ સંસ્થા અમારી તાકાત છે.

સુરેન્દ્ર નગરમાં હાર્દિકની સભામાં ઉમટ્યા લોકો

તો ગત સાંજે હાર્દિક પટેલે સુરેન્દ્ર નગરમાં યોજેલી સભામાં મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતાં. જુદી જુદી જ્ઞાતિઓએ હાર્દિકનું સન્માન કર્યું હતું. તેમજ સુરેન્દ્રનગર જિલ્લાના રોડ રસ્તામાં થયેલાં મોટો ભ્રષ્ટાચાર અંગે પણ જાહેરમાં વાત કરી હતી. સુરેન્દ્રનગર ધારાસભ્યએ 50 કરોડ રૂપિયાનો ભ્રષ્ટાચાર કર્યાનો આરોપ પણ લગાવ્યો છે. તો હાર્દિક પટેલે પણ કહ્યું કે મારી પાસે તેનાં પુરાવા છે. રોડ રસ્તા મામલે હાર્દિક પટેલે સુરેન્દ્રનગરના ધારાસભ્ય છે વર્ષાબહેન દોશીને પણ સવાલ કર્યા હતાં.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર