જિજ્ઞેશ મેવાણી આજે કરી શકે મહત્વની જાહેરાત, ભાજપ કે કોંગ્રેસ પોતાનો મત કરશે સ્પષ્ટ !

Nov 02, 2017 11:23 AM IST | Updated on: Nov 02, 2017 11:29 AM IST

છેલ્લા કેટલાંય દિવસોથી ચર્ચા ચાલી રહી છે કે દલિત અધિકાર મંચનાં નેતા જીજ્ઞેશ મેવાણી આજે મહત્વનો નિર્ણ જાહેર કરી શકે છે. તે કઇ રાજકીય પાર્ટીમાં જોડાવવાનાં છે તે અંગે આજે જાહેરાત કરી શકે છે. અને લાંબા સમયથી ચાલી રહેલી અટકળોનો આજે અંત આવી શકે છે. જિજ્ઞેશ આજે બપોર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ યોજીને પોતાનો પક્ષ સ્પષ્ટ કરી શકે છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017ની રસાકસીનાં પડઘમ દિલ્લી સુધી સંભળાઇ રહ્યાં છે. એટલે જ તો જ્યારે OBC મંચનાં નેતા અલ્પેશ ઠાકોરે પોતાનું સ્ટેન્ડ ક્લિઅર કરી લીધુ છે અને તે કોંગ્રેસ પક્ષમાં જોડાઇ ગયો છે ત્યારે તેના મિત્રો અને દલિત અધિકાર મંચનાં નેતા જીજ્ઞેશ મેવાણી અને પાટિદાર સમાજનો આગેવાન હાર્દિક પટેલ પણ કોંગ્રેસ પ્રત્યેનો પોતાનો ઝુકાવ દર્શાવી ચુક્યા છે.

જિજ્ઞેશ મેવાણી આજે કરી શકે મહત્વની જાહેરાત, ભાજપ કે કોંગ્રેસ પોતાનો મત કરશે સ્પષ્ટ !

હવે સ્પષ્ટ થશે કે જિજ્ઞેશ મેવાણી શું ખરેખર કોંગ્રેસ તરફનો તેનો ઝુકાવ સ્પષ્ટ કરે છે કે પછી ભાજપમાં જોડાઇને સૌને ચોકાવે છે તે તો આવનારા થોડા કલાકોમાં સ્પષ્ટ થઇ જ જશે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર