તારા કપડા ગંદા છે, એ ઉતારી દે પછી હું તને આશીર્વાદ આપુ : શાંતિસાગર

Oct 19, 2017 02:26 PM IST | Updated on: Oct 19, 2017 02:26 PM IST

ઢોંગી જૈન મુની શાંતિ સાગરનાં કેસમાં દરરોજ કંઇક નવી વાત સામે આવે છે. શાંતિસાગર વડોદરાની સગીરા પાછળ ઘેલો થઇ ગયો હતો તે વાત આપને તેમની કોલ ડિટેઇલ અને વ્હોટ્સએપ ચેટ પરથી માલૂમ થઇ જાય છે. આ ઢોંગી જૈન મુનીએ સગીરાને વશમાં કરવાં ધાર્મિક વાતોનો સહારો લીધો. તેને કહ્યું કે, તારા કપડા ગંદા થઇ ગયા છે તે ઉતારી દે પછી હું તને આશિર્વાદ આપું. આમ કહીં શાંતિસાગરે સગીરાનો રેપ કર્યો હતો.

શાંતિ સાગરનો ગત સાંજે થયો મેડિકલ ટેસ્ટ

તારા કપડા ગંદા છે, એ ઉતારી દે પછી હું તને આશીર્વાદ આપુ : શાંતિસાગર

દિગમ્બર જૈન મંદિરના ઢોંગી આચાર્ય શાંતિસાગર દ્વારા કોલેજીયન યુવતી સાથે બળાત્કાર પ્રકરણમાં આજે તેમનાં બોડી ચેકઅપ કરવામાં આવ્યું. જેમાં તેમનો DNA ટેસ્ટ, પોટેન્સી ટેસ્ટ અને એક્સરે વીભાગ સહિતનાં અન્ય ચેક અપ થયા.

સાડા છ કલાક કરાયા ટેસ્ટ

પીડિતા પર દુષ્કર્મના આરોપી શાંતિ સાગરનાં કરાયા મેડિકલ ટેસ્ટ

સિવિલ હોસ્પરિટલના ફોરેન્સિકમાં શાંતિ સાગરને 10:30થી 4:30 સુધી પોટેન્સી ટેસ્ટ કરવામાં આવ્યો. તેમજ બોડી ચેક અપથી લઈને એક્સરે અને DNA ટેસ્ટ કરાયા હતાં. સાથે જ પ્રથમ વખત પોટેન્સી ટેસ્ટ વખતે યુરોલોજીસ્ટની ગેરહાજરીમાં પરીક્ષણ કરાયાની તબીબી સુત્રોમાં ચર્ચા ચાલી રહી છે. તો, પોટેન્સી ટેસ્ટમાં સફળતા ન મળતાં ગુપ્તાંગના એક્સ રે લેવામાં આવ્યાં હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. વિવિધ તપાસ બાદ શાંતિ સાગરને ફરી ચુસ્ત બંદોબસ્ત સાથે લાજપોર જેલ ખસેડી દેવામાં આવ્યાં હતાં.

પ્રાઈવેટ પાર્ટના લેવાયા એક્સ રે

સિવિલ હોસ્પિટલમાં ઢોંગી જૈન મૌની શાંતિસાગરના 10 જેટલા કલર ડોપ્લર સોનાગ્રાફી એક્સ રે લેવામાં આવ્યાં હતાં. રેડીયોલોજી તપાસમાં શાંતિ સાગરનું પ્રાઈવેટ પાર્ટ નોર્મલ (સામાન્ય વ્યક્તિ જેવું) હોવાનું તપાસમાં બહાર આવ્યાંનું છે.

શું થયુ હતું યુવતી સાથે ?

યુવતી ગુરુ તરીકે શ્રદ્ધાપૂર્વક શાંતિસાગરને મળવા તો આવી પણ સાથે તેનાં માતા-પિતા તથા ભાઇને પણ લાવી હતી. સહપરિવાર આવેલી યુવતીને જોઇ આચાર્ય અકળાયા પણ હતા. પોતાનો બદઇરાદો પાર પાડવા માટે ઢોંગી મૌનીએ ધર્મને જ હથિયાર બનાવ્યું હતું. પરિવારને એક રૂમમાં કુંડાળામાં બેસાડી જાપ કરવા કહેવાયું હતું. અંદરના રૂમમાં યુવતીનના જાપ પૂરા ન થાય ત્યાં સુધી એક જ જગ્યાએ બેસીને જાપ કરવા તેમને સૂચના અપાઇ હતી.

આ રીતે યુવતીને એકલી પાડી રૂમમાં લઇ ગયા બાદ ઢોગી શાંતિસાગરે તેણીનું શોષણ કર્યું હતું. માતા-પિતાને જીવનું જોખમ ઊભું થશે એવી વાતો કરી યુવતીને ડરાવી તેણી સાથે બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યો હતો. આ ઘટના બાદ હેબતાઇ ગયેલી યુવતીએ થોડી સ્વસ્થ થઇ એટલે પરિજનોને જાણ કરી હતી. ત્યારબાદ મામલો પોલીસમાં પહોંચ્યો હતો. સૂત્રોના કહેવા પ્રમાણે ઢોંગી મૌનીએ યુવતી ઉપર શારીરિક બળાત્કાર તો એક વખત કર્યો પરંતુ માનસિક ઉત્પીડન એક મહિનાથી ચાલતું હતું.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર