એશા દેઓલે આપ્યો દીકરીને જન્મ, ફરી વખત નાની બની હેમા માલિની

Oct 23, 2017 11:15 AM IST | Updated on: Oct 23, 2017 03:41 PM IST

બોલીવૂડ એક્ટ્રેસ એશા દેઓલે રવિવારે મોડી રાત્રે મુંબઇની હિન્દુજા હોસ્પિટલમાં દીકરીને જન્મ આપ્યો છે. સોર્સિસની માનીયે તો સોમવારે બપોર સુધીમાં એશાને હોસ્પિટલમાંથી ડિસચાર્જ કરી દેવામાં આવશે. એશા અને તેનાં પતિ ભરત તખ્તાનીને માતા-પિતા બનાવાની ખુશીમાં ખુબ બધી શુભેચ્છાઓ મળી છે. આ સાથે જ ડ્રિમ ગર્લ તરીકે જાણીતા હેમા માલિની બીજી વખત નાની બન્યા છે.

Esha deol with Daughter 1

એશા દેઓલે આપ્યો દીકરીને જન્મ, ફરી વખત નાની બની હેમા માલિની

Esha deol with Daughter 2

 

Esha deol

 

આ પહેલાં 11 જૂન 2015નાં રોજ હેમા માલિનીની દીકરી આહનાએ દીકરાને જન્મ આપ્યો હતો. જેનું નામ ડેરિન વોહરા રાખવામાં આવ્યું છે.એશા દેઓલ છેલ્લાં કેટલાંય સમયથી તેની પ્રેગ્નેન્સીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. અને જેને કારણે જ તે લાંબા સમયથી એશા સોશિયલ મીડિયા દ્વારા ચર્ચામાં હતી.

સુચવેલા સમાચાર