87 વર્ષમાં જે ક્યારેય નથી થયુ તે આજે થશે

Oct 06, 2017 12:26 PM IST | Updated on: Oct 06, 2017 12:26 PM IST

આજે શુક્રવારનાં દિવસે ભારતીય રમતો માટે એતિહાસિક સાબિત થવાનો છે. પહેલી વખત ભારત ન ફક્ત ફિફા વર્લ્ડ કપની મેજબાની કરી રહ્યું છે પણ પહેલી વખત કોઇપણ સ્તરની ફૂટબોલ વર્લ્ડ કપમાં શામેલ થવા જઇ રહ્યું છે.

ક્રિકેટનાં દિવાના આ દેશમાં આગામી ત્રણ અઠવાડિયા સુધી ફુટબોલનો ફિવર ચઢવાનો છે. ફાઇનલી ઇન્તેઝારની ઘડીઓ પૂર્ણ થઇ ચૂકી છે. અને રાજધાની દિલ્લીમાં રાત્રે 8 વાગ્યે ફૂટબોલ વર્લ્ડકપમાં ભારતની અંડર-17 ટીમ અમેરિકા વિરુદ્ધ તેનો પહેલો મેચ રમશે જોકે, જવાહર નેહરુ સ્ટેડિયમમાં આ ટુર્નામેન્ટની પહેલી મેચ સાંજે 5 વાગ્યે હશે જે કોલંબિયા વિરુદ્ધ ઘાના વચ્ચે રમાશે.

87 વર્ષમાં જે ક્યારેય નથી થયુ તે આજે થશે

ભારત માટે આગળની મેચ રમવા માટે ક્વોલિફાય થવું બહું મોટો પડકાર છે. પણ જો પહેલાં લેવલની ત્રણેય મેચમાં યુવા ખેલાડીઓ કમાલ કરે છે તો આખી દુનિયાને તેઓ ચોકાવી શકે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર