IND vs AUS: પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેર, રોહિત શર્માની ન થઇ એન્ટ્રી

Feb 14, 2017 01:59 PM IST | Updated on: Feb 14, 2017 01:59 PM IST

મુંબઇ #ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)એ ઓસ્ટ્રેલિયા વિરૂધ્ધની ટેસ્ટ સીરીજ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી છે. જોકે હાલ પ્રથમ બે ટેસ્ટ મેચ માટેની ટીમ જાહેર કરવામાં આવી છે. મોહમ્મદ શામીને હાલ બહાર રાખવામાં આવ્યો છે. સીરીજ શરૂ થતાં પહેલા એક પ્રેક્ટિસ મેચ રમાશે. આ મેચ માટે હાર્દિક પંડ્યા ઇન્ડિયા એ ટીમનો કેપ્ટન રહેશે.

બાંગ્લાદેશ વિરૂધ્ધ પસંદગી કરાયેલ ચાર ફાસ્ટ બોલરોને યથાવત રાખવામાં આવ્યા છે. તો અમિત મિશ્રાની પણ પસંદગી થઇ નથી, એવામાં ઇજાગ્રસ્ત રોહિત શર્માનું નામ પણ ટીમમાંથી ગાયબ છે. આશા હતી કે ઇજામાંથી બહાર આવેલ રોહિત શર્મા ઓસ્ટ્રેલિયા સામેની સીરીજમાં પરત ફરશે પરંતુ એવું થયું નથી.

IND vs AUS: પ્રથમ બે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાની જાહેર, રોહિત શર્માની ન થઇ એન્ટ્રી

ટીમ ઇન્ડિયામાં કોણ?

વિરાટ કોહલ (કેપ્ટન), મુરલી વિજય, લોકેશ રાહુલ, ચેતેશ્વર પુજારા, કરૂણ નાયર, અજિંક્ય રહાણે, રિધ્ધિમાન સહા, આર અશ્વિમ, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, ભુવનેશ્વર કુમાર, જયંત યાદવ, કુલદીય યાદવ, અભિનવ મુકુંદ અને હાર્દિક પંડ્યા

ઓસ્ટ્રેલિયાની ટીમ આ પ્રમાણે

સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ડેવિડ વોર્નર, મેથ્યૂ રેનશો, શાન માર્શ, પીટર હૈન્ડકામ્બ, મિશેલ માર્શ, મૈથ્યૂ વેડ (વિકેટકિપર), સ્ટીવ ઓકીકી, મિશેલ સ્ટાર્ક, નાથન લિયોન, જોશ હેજલવુડ, એસ્ટન એગર, ઉસ્માન ખ્વાજા, જૈકસન બર્ડ, મિશેલ સ્વેપસન અને ગ્લેન મેક્સવેલ

ક્યારે રમાશે મેચ?

17-19 ફેબ્રુઆરી: અભ્યાસ મેચ, સીસીઆઇ મુંબઇ

23-27 ફેબ્રુઆરી: પહેલી ટેસ્ટ, પૂને

4-8 માર્ચ: બીજી ટેસ્ટ, બેંગલુરૂ

16-20 માર્ચ: ત્રીજી ટેસ્ટ, રાંચી

25-29 માર્ચ: ચોથી ટેસ્ટ, ધર્મશાલા

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર