પોલીસવાળાનાં ખોળામાં ખિલખિલાટ હસતાં બાળકની તસવીરે મચાવી ધૂમ, જાણો તેની હૃદયદ્રાવક કહાની

Oct 10, 2017 12:14 PM IST | Updated on: Oct 10, 2017 12:21 PM IST

પોલીસ અધિકારીનાં ખોળામાં ખિલખિલાટ હસતા આ નાનકડા બાળકની તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહી છે. આ તસવીર હૈદરાબાદની છે. જેમાં નમપલ્લીનાં SHO આર સંજય કુમાર એક ચાર મહિનાનાં બાળકને ખોળામાં લીધેલો છે. અને તે બંનેનું હાસ્ય ઘણું જ મોહક છે

આ તસવીર પાછળની કહાની ઘણી જ હૃદયદ્રાવક છે. આ ચાર મહિનાનું બાળક એક ભીખ માંગવાવાળી મહિલાનું છે. આ મહિલા તેનાં બાળક સાતે રસ્તાનાં કિનારે સુઇ રહી હતી ત્યારે કેટલાંક ગુંડા તત્વોએ તેનું અપહરણ કરી લીધુ હતું.

પોલીસવાળાનાં ખોળામાં ખિલખિલાટ હસતાં બાળકની તસવીરે મચાવી ધૂમ, જાણો તેની હૃદયદ્રાવક કહાની

આ ઘટનાની જાણ થતા પોલીસ તુરંત જ એક્ટિવ થઇ ગઇ હતી અને તેમણે અપહરણનાં 15 કલાકની અંદર જ તમામ અપહરણકર્તાઓની ધરપકડ કરી લીધી હતી. અને બાળકને તેમની પાસેથી સહીસલામત પરત લઇ લીધુ હતું. આ બાળકનું નામ ફૈઝાન ખાન છે. અને હાલમાં તે તેની માતા પાસે છે. ગુંડાતત્વો બાળકને વેચવાની ફિરાકમાં હતા. આ અપહરણકર્તાઓનું નામ મોહમ્મદ મુશ્તાક અને મોહમ્મદ યુસૂફ છે.

આ તસવીર સૌથી પહેલાં IPS સ્વાતિ લકરાએ ટ્વિટ કરી છે. આ તસવીરને અત્યાર સુધીમાં 5500થી વધુ વખત રીટ્વિટ કરવામાં આવી છે. અને 23 હજારથી વધુ લોકો તેને લાઇક કરી ચુક્યા છે.

HYD POLICE ND KID 1jpg

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર