પાપાજીને પીઠમાં દુખાવો થતો હશે, મને તેમની પાસે મોકલી દો : હનીપ્રીત

Oct 08, 2017 12:53 PM IST | Updated on: Oct 08, 2017 12:53 PM IST

પોલીસની ધરપકડમાં આવેલી હનીપ્રીતને જેલમાં રામ રહીમની યાદ આવી રહી છે. જેલમાં બંધ હનીપ્રીત પોલીસ અધીકારીઓને રામ રહીમને મળાવવાની ભલામણ કરી રહી છે.

હનીપ્રીતનું કહેવું છે કે, પાપાજીને પીઠ અને કમરમાં દુખાવો થતો હશે. તેથી મને તેની પાસે મોકલી દો.

પાપાજીને પીઠમાં દુખાવો થતો હશે, મને તેમની પાસે મોકલી દો : હનીપ્રીત

મીડિયા રિપોર્ટ્સની માનીયે તો, પોલીસ રિમાંડમાં થઇ રહેલી કડક પૂછપરછમાં રામ રહીમની ખાસ હનીપ્રીત હવે નબળી પડી રહી છે તેણે કોર્ટમાં પોલીસનાં ટોર્ચરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

આપને જણાવી દઇએ કે, જેલ ગયા બાદ રામ રહીમે પણ હનીપ્રીતને મળવાની ઇચ્છા જાહેર કરી હતી. તેને કહ્યું હતું કે, હનીપ્રીતને તેની સાથે રહેવાની પરવાનગી આપવામાં આવે. કારણ કે તે તેની ફિઝિયોથેરપિસ્ટ છે.

તો, સાધવી સાથે રેપનાં આરોપમાં રામ રહીમ પર 20 વર્ષની સજાનો પંજાબ એન્ડ હરિયાણા હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. એટલું જ નહીં આ કેસમાં બંને પીડિતાઓએ સજા વધારી ઉમર કેદમાં બદલવાની માંગ કરી છે.

honeypreet_3_33

પ્રિયંકા બાદ હવે હનીપ્રીતે ત્રીજા નામ ગુરલીન ઇંસાની પણ ચર્ચા છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે ગુરલીન ઇંસા નામથી તેની પાસે એક મોબાઇલ સિમ હતું. હરિયાણા પોલીસની SIT તેની તપાસ કરી રહી છે.

માનવામાં આવે છે કે, હનીપ્રીતે ગુરલીનનાં નામથી એક ફેસબૂક ID પણ બનાવ્યું હતું. પણ તેની કેટલીંક જાણકારીઓને ડિલીટ કરી દેવામાં આવી છે. પોલીસ સાઇબર એક્સપર્ટથી આ તપાસ કરાવવાની માંગ છે. જ્યારે હનીપ્રીત પોલીસથી છુપાઇને ફરતી હતી ત્યારે તે ફેસબૂક ઓપરેટ કરતી હતી સાથે સાથે ઓડિયો અને વીડિયો કોલ્સ કરવા અને ઇન્ટરનેટ ઓપરેટ કરવા માટે આ સીમ કાર્ડનો ઉપયોગ કરતી હતી.

honeypreet_2_22

ત્રણ ઓક્ટોબરે હનીપ્રીત પોલીસ અને મીડિયા સમક્ષ હાજર થઇ હતી. પોલીસે તેની ધરપકડ કરીને પૂછ પરછ કરી રહી છે. પોલીસને આ કેસમાં ઘણાં મોટા પુરાવા પણ હાથ લાગ્યા છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર