હનીપ્રીતનાં 6 દિવસનાં રિમાન્ડ મંજૂર, હાથ જોડી ઉભી રહી હનીપ્રીત

Oct 04, 2017 04:23 PM IST | Updated on: Oct 04, 2017 05:13 PM IST

રામ રહીમની માનેલી દીકરી હનીપ્રીતનાં 6 દિવસનાં રિમાન્ડ પંચકૂલા કોર્ટે મંજૂર કર્યા છે. પોલીસે આ સાથે હનીપ્રીતને મદદ કરનારી મહિલાની પણ પુછપરછ કરી છે. પોલીસે કોર્ટ પાસે હનીપ્રીતના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી. જોકે તેમાંથી કોર્ટે 6 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. વકીલના જણાવ્યા પ્રમાણે હનીપ્રીતે કોર્ટમાં કહ્યું હતું કે, તે નિર્દોષ હતી.  સમગ્ર સુનાવણી દરમિયાન હનીપ્રીત કોર્ટમાં હાથ જોડીને ઊભી રહી હતી.

મહત્વની ઘટના

- હનીપ્રીત અને તેની સાથે ધરપકડ કરવામાં આવેલી મહિલાને પોલીસ એક વ્હાઈટ કલરની કારમાં લઈને આવી હતી.

-પોલીસ કાફલામાં 6 ગાડીઓ હતી. તેમાં સૌથી આગળ અને સૌથી પાછળ વાળી કારમાં હરિયાણા પોલીસ કમાન્ડો હતા.

- મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે હનીપ્રીત કોર્ટમાં રડી રહી હતી અને સમગ્ર કાર્યવાહી દરમિયાન તે હાથ જોડીને ઉભી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર