SBIની હોમ લોન્સ સૌથી સસ્તી થઈ, વ્યાજદરમાં 5 બેઝિસ પોઇન્ટનો થયો ઘટાડો

Nov 02, 2017 08:03 PM IST | Updated on: Nov 02, 2017 08:12 PM IST

દેશની સૌથી મોટી બેન્ક 'સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા'એ તેની હોમલોન સહિતની કન્ઝ્યુમર લોન્સમાં 5 બેઝિસ પોઇન્ટ એટલે કે 0.05 ટકાનો ઘટાડો કર્યો છે. એટલે કે તે હોમલોન 8.30 ટકા અને ઓટો લોન્સ 8.70 ટકાનાં પ્રારંભિક દરથી અપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

SBIએ રિટેલ લોન્સને વેગ આપવા માટે 10 મહિનામાં પહેલી વખત તેની તમામ સર્વિસ પર 5 બેઝિસ પોઇન્ટનો ઘટાડો કર્યો છે. તો આ સાતે જ માર્કેટમાં SBIની હોમ લોન સૌથી નીચા દરની થઇ ગઇ. આ નવો દર 1 નવેમ્બર 2017થી લાગુ કરવામાં આવ્યું છે.

SBIની હોમ લોન્સ સૌથી સસ્તી થઈ, વ્યાજદરમાં 5 બેઝિસ પોઇન્ટનો થયો ઘટાડો

-30 લાખ રૂપિયા સુધીની હોમ લોન પર 8.30 ટકા વ્યાજ દર લાગુ પડશે.

-કાર લોન પર વાર્ષિક 8.70થી 9.20 ટકા દર લાગુ થશે. જે પહેલાં 8.75થી 9.25 ટકા હતો

-SBI સીવાય HDFC, ICICI બેંક, Axis બેંક અને LICહાઉસિંગ ફાઇનાન્સ હાઉસિંગ ફાઇનાન્સ પર અત્યાર સુધીમાં 8.35 ટકાનાં દરે હોમ લોન ઓફર કરે છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર