હાર્દિક પટેલ ફરી એક વખત અનામત મુદ્દે પલટ્યો, હવે કહ્યું રાહુલ નહીં સોનિયા ગાંધીનો રહેશે અંતિમ નિર્ણય

Nov 04, 2017 06:51 PM IST | Updated on: Nov 04, 2017 06:52 PM IST

હાલમાં રાજ્યમાં ઇલેક્શનની સાથે કોઇ મુદ્દો સળગતો હોય તો તે છે અનામતનો મુદ્દો. અને આ અનામતનાં મુદ્દાનાં જનેતા હાર્દિક પટેલે ફાઇનલી પોતાનું સ્ટેન્ડ આ મુદ્દે પાછુ બદલી નાખ્યું  છે.

હાર્દિક પટેલ ફરી એક વખત અનામત મુદ્દે પલટ્યો, હવે કહ્યું રાહુલ નહીં સોનિયા ગાંધીનો રહેશે અંતિમ નિર્ણય

ઇટીવી સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતમાં હવે હાર્દિકનું કહેવું છે કે અનામત મુદ્દે અંતિમ નિર્ણય કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીનો રહેશે. આ પહેલાં જ હાર્દિક અને પાસ કન્વિનર રાહુલ ગાંધી અને કોંગ્રેસ નેતાઓને મળ્યા બાદ સ્પષ્ટ કહી ચુક્યા હતાં.

તેઓ કોંગ્રેસ આગળ તે તેમનો સ્ટેન્ડ ક્લિઅર કરી ચુક્યા હતાં જે બાદ કોંગ્રેસ પ્રવક્તાઓએ કહ્યું હતું કે, કોંગ્રેસે તેમનો અંતિમ નિર્ણય રાહુલ ગાંધી પર છોડ્યો છે જ્યારે પાસ કન્વિનરે કહ્યું હતું કે, તેઓ તેમનો અંતિમ નિર્ણય હાર્દિક પટેલ પર છોડે છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર