ગમે તે સમયે દિલ્લીમાં સરેન્ડર કરી શકે છે હનીપ્રીત

Sep 28, 2017 02:14 PM IST | Updated on: Sep 28, 2017 06:24 PM IST

દિલ્લી હાઇકોર્ટમાં હનીપ્રીતનાં આગોતરા જામીન અરજી ખારીજ થયા બાદ તેનાં પર ધરપકડની તલવાર લટકી રહી છે. સોર્સિસની માનીયે તો હનીપ્રીત દિલ્લીમાં સરેન્ડર કરી શકે છે

આપને જણાવી દઇએ કે, દેશની તમામ સુરક્ષા એજન્સીઓ હનીપ્રીતનાં તમામ ઠેકાણા પર નજર રાખીને બેઠી છે.

ગમે તે સમયે દિલ્લીમાં સરેન્ડર કરી શકે છે હનીપ્રીત

25 ઓગષ્ટથી લાપતા છે હનીપ્રીત

હનીપ્રીતને છેલ્લે 25 ઓગષ્ટનાં રોજ રોહતકમાં જોવામાં આવી હતી. 25 ઓગષ્ટનાં રોજ ગુરમીત રામ રહીમને પંચકુલાની વિશેષ CBI કોર્ટે દોષિત જાહેર કર્યો હતો. અને તેને રોહતકની સુનારિયા જેલમાં મોકલવામાં આવ્યો હતો પંચકૂલથી હનીપ્રીત પણ તે સમયે હેલિકોપ્ટરમાં રોહતક ગઇ હતી. તે બાદ હનીપ્રીતને એક ગાડીમાં રોહતકથી બહાર નીકળતા જોવામાં આવી

હતી. તે દિવસથી આજ દિન સુધી હનીપ્રીત લાપતા છે.

હનીપ્રીતે દિલ્લી હાઇકોર્ટમાં દાખલ કરી હતી આગોતરા જામીન અરજી

હનીપ્રીતે દિલ્લી હાઇકોર્ટમાં જામીન અરજી મોકલી હતી. જેને કોર્ટે ખારીજ કરી દીધી છે. હાઇકોર્ટે હનીપ્રીતનાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટ જવા કહ્યું હતું. કોર્ટે આ દરમિયાન હનીપ્રીતનાં વકિલની પૂછપરછ કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, આગોતરા જામીન અરજીની માંગણી કરી છે પણ તે ખુદ કોર્ટમાં આવી નથી.

હનીપ્રીતનાં પૂર્વ પતિનો આરોપ

ગુરમીત રામ રહીમ અને તેની માનેલી દીકરીનાં સંબંધો પર હનીપ્રીતનાં પૂર્વ પતિએ કેટલાંક રહસ્ય ખોલ્યા હતા. હનીપ્રીતનાં પૂર્વ પતિ વિશ્વાસ ગુપ્તાએ ચંદીગઢમાં પ્રેસ કોન્ફર્નસ કરી જણાવ્યું હતું કે, હનીપ્રીત રામ રહીમની માનેલી દીકરી નથી. બાબા અને તેનો રૂમ સાથે સાથે હતો ત્યારે તેણે એક દિવસ હું રાત્રે પાણી પીવા ઉઠ્યો હતો. તે સમયે મને રામ રહિમનાં રૂમમાંથી અવાજ સંભળાયો.. જ્યારે હું તે રૂમ તરફ આગળ વધ્યો ત્યારે દરવાજો ખુલ્લો હતો... મે જોયુ કે રામ રહિમ અને હનીપ્રીત આપત્તિજનક સ્થિતિમાં હતા.

હનીપ્રીતનાં મામાએ તેને સરેન્ડર કરવાની કરી અપીલ

હનીપ્રીતનાં મામા અશોક બબ્બરનું કહેવું છે કે, હનીપ્રીતે સરેન્ડર કરી તપાસમાં સહયોગ કરવો જોઇએ. તેમનું કહેવું કે, હનીપ્રીત તેનાં પરિવારથી છેલ્લા 18 વર્ષથી મળી નથી. બાબા રામ રહિમ અને હનીપ્રીતનાં આપત્તિજન સંબંધો ફક્ત મીડિયાની ઉપજ છે.

સુચવેલા સમાચાર