ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર કુંદન શાહે જીંદગીને કહ્યું, 'જાને ભી દો યારો'

Oct 07, 2017 03:45 PM IST | Updated on: Oct 07, 2017 03:45 PM IST

ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર એવા કુંદન શાહનું 69 વર્ષની વયે અવસાન થઈ ગયું છે. સૂત્રોની માનીયે તો, 'તેમનું સવારે ઉંઘમાં જ નિધન થયું છે. જ્યારે એક્ટર સતિશ શાહનું કહેવું છે કે  તેમનું હાર્ટ એટેકથી નિધન થયુ છે.

કુંદન શાહ 'જાને ભી દો યારોં', 'ખામોશ', 'કભી હાં કભી ના', 'હમ તો મોહબ્બત કરેગા', 'ક્યા કહેના' અને 'P સે પીએમ તક' જેવી અનેક ફિલ્મનું ડિરેક્શન કર્યું હતું. આ સિવાય તેમણે દૂરદર્શનનાં સૌથી સફળ શો માનાં એક 'સર્કસ' નું ડિરેક્શન કર્યુ છે. તેઓએ અઝિઝ મિર્ઝા સાથે આ સિરીયલ ડિરેક્ટ કરી હતી. આ ઉપરાંત તેમણે 'નુક્કડ' અને 'વાગલે કી દુનિયા' જેવી અનેક યાદગાર સીરિયલ્સનું પણ ડિરેક્શન કર્યુ છે.

ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર કુંદન શાહે જીંદગીને કહ્યું, 'જાને ભી દો યારો'

શાહરૂખ ખાનને આશરો આપનારા ડિરેક્ટર હતા કુંદન શાહ

શાહરૂખે તેમની વિશે વાત કરતાં એક ઇન્ટરવ્યુંમાં કહ્યું હતું કે,

હું જ્યારે મુંબઇ આવ્યો ત્યારે અઝીઝ મિર્ઝા અને કુંદન શાહ સાથે ટીવી શો સર્કસ કરતો હતો. મને યાદ છે કે જ્યારે હું શહેરમાં નવો હતો અને રહેવા માટે કોઇ જગ્યા ના હતી ત્યારે કુંદન અને અઝીઝે મને પહેલા ઓફિસમાં રાખ્યો હતો. ઓફિસ બાંદ્રામાં આવેલી હતી અને સવારે 9 વાગ્યે ખુલતી હતી. સવારે વહેલું ઉઠવું પડતું હતું પણ મજાની વાત એ હતી કે ત્યાં ચા મળતી હતી. ત્યારબાદ જ્યારે મારા લગ્ન થયા ત્યારે મારી પાસે ઘર ન હતું. અઝિઝે મને રહેવા માટે તેનું ઘર આપ્યું. પછી એક સમય એવો આવ્યો જ્યારે તેને ઘર પાછું જોઇતું હતું આથી હું

એપાર્ટમેન્ટમાં ભાડે રહ્યો. જેનું તેમણે ભાડું પણ આપ્યું હતું.

શાહરૂખ ખાને કુંદન શાહ વિશે કરેલી વાતો

-કુંદન શાહે શાહરૂખને ફિલ્મ કભી હાં કભી ના માટે ફક્ત 25 હજાર રૂપિયામાં સાઇન કર્યો હતો.

-આ ફિલ્મ રીલિઝ થયાના પ્રથમ દિવસે શાહરૂખે ટીકીટબારી પર બેસીને ટીકીટ્સનું વેચાણ પણ કર્યું હતું.

-કુંદન શાહે 'કભી હાં કભી ના' શૂટિંગ સમયે એક દિવસ શાહરૂખ પર ગુસ્સે થઇને કહ્યું હતું કે,'હું પથ્થર પાસે એક્ટિંગ કરાવી શકું છું પણ તારી પાસે નહીં.'

સુચવેલા સમાચાર