કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે ગુજરાતનો મહત્વનો ફાળો છે : સીએમ વિજય રૂપાણી

Mar 07, 2017 03:45 PM IST | Updated on: Mar 07, 2017 03:48 PM IST

દહેજ #રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં અહીં યોજાયેલી ઇન્ડસ્ટ્રીયલ મીટમાં સંબોધન કરતાં કહ્યું કે, ગુજરાત કેમિકલ અને પેટ્રો કેમિકલ ક્ષ્રેત્રે મહત્વનું છે ત્યારે આજે જે પ્લાન્ટ તૈયાર કરાયો છે અે અતિ મહત્વનો બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, રોકાણકારો માટે પણ ગુજરાત સ્વર્ગ સમાન છે. આજે હું કહું છું કે તમે જે રીતે પરિશ્રમ કર્યો અને નીતિ બનાવી એને પગલે આજે ગુજરાત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે.

કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્રે ગુજરાતનો મહત્વનો ફાળો છે : સીએમ વિજય રૂપાણી

અહીં નોંધનિય છે કે, ઓએનજીસી, જીએનએફસી અને ગેઇલ કંપનીના સંયુક્ત ઉપક્રમે અંદાજે 30 હજાર કરોડના ખર્ચે તૈયાર કરાયેલા ઓપેલ પ્લાન્ટથી અંદાજે 20 હજારથી વધુ રોજગારીનું સર્જન થવાની શક્યતાઓ જોવાઇ રહી છે.

 

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર