ગોધરાકાંડ મામલે ચુકાદો: 11ની ફાંસી આજીવન કેદમાં ફેરવાઇ

Oct 09, 2017 11:13 AM IST | Updated on: Oct 09, 2017 12:14 PM IST

ગુજરાત હાઇકોર્ટે ગોધરાકાંડ મામલે સંભળાવ્યો ચુકાદો

-ફાંસીવાળા દોષીતોની સજા ઘટાડવામાં આવી

-11 ફાંસીવાળા દોષીતોની સજા આજીવનકેદમાં ફેરવવામાં આવી.

-આજીવન કેદની સજા ભોગવી રહેલાં દોષીતોની સજા યથાવત

-HCએ રેલવે પોલીસનાં નિવેદન લીધા

-63 લોકોને નિર્દોષ છોડવાનાં ખાસ અદાલતનાં ચુકાદાને યથાવત રાખવામા આવ્યું

-મૃતકોનાં પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવાની જાહેરાત

ગુજરાત હાઈકોર્ટ ફેબ્રુઆરી 2002માં ગોધરા સ્ટેશન ઉપર સાબરમતી એકસપ્રેસ ટ્રેનનો કોચ સળગાવી દેવા અંગે ચુકાદો સંભળાવશે. 57 કાર સેવકોના મોત નિપજ્યાના બનેલા બનાવમાં નીચલી કોર્ટ દ્વારા વર્ષ 2011માં પકડાયેલા 11 આરોપીઓને ફાંસીની સજા ફરમાવી હતી. જ્યારે 23 આરોપીઓને જન્મટીપની સજા ફટકારી હતી અને 63 આરોપીઓને કોર્ટે નિદોર્ષ છોડી દેવાયા હતા. ગોધરા જિલ્લા અદાલતના આ હુકમને સ્પેશીયલ ઈન્સેટીગેશન ટીમે કોર્ટમાં પડકાર્યો હતો અને નિદોર્ષ છૂટી ગયેલા આરોપીઓને સજા કરવાની માગણી કરી હતી. જ્યારે ફાંસીની સજા અને જન્મટીપને સજા પામેલા કેદીઓએ જિલ્લા અદાલતના હુકમને રદ કરવાની અપીલ કરી હતી.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર