ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપમાં જોડાવવાં મુસ્લિમ ઉમેદવારમાં લાગી હોડ

Nov 01, 2017 12:46 PM IST | Updated on: Nov 01, 2017 12:46 PM IST

ગુજરાત વિધાનસભાની ટિકિટને લઇને ઉમેદવારો વચ્ચે હુંસાતુંસી ચાલુ થઇ ગઇ છે. પણ સૌથી મોટી વાત એ છે કે આ વખતે વિધાનસભાની ચૂંટણી માટે મોટી સંખ્યામાં મુસલિમ દાવેદારો ભાજપમાથી ટિકિટ મેળવવાં રસ દાખવી રહ્યાં છે. તેમાં પણ વર્ષ 2011 બાદ આ પહેલો મોકો છે જ્યારે આટલી મોટી સંખ્યાંમાં મુસલમાન વિધાનસભા ચૂંટણીમાં દાવેદારી માટે ભાજપ તરફ પોતાનો ઝુકાવ સ્પષ્ટ કરી રહ્યાં હોય.

આપને જણાવી દઇએ કે આ પહેલાં લઘુમતી પ્રજા તે સમયે ભાજપથી આકર્ષિત થઇ હતી જ્યારે હાલનાં પ્રધાનમંત્રી અને તે સમયનાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં પોતાની છબી સુધારવા માટે સદભાવના મિશન લોન્ચ ક્યુ હતું. અને હવે ફરી એક વખત મુસમાન નેતા સદભાવનાનો ઇન્તેઝાર કરી રહ્યાં છે. ભાજપે લઘુમતી મોર્ચાને આગામી વિધાનસભા ચૂંટણીમાં ઘણી સીટ મેળવવાની આશા છે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપમાં જોડાવવાં મુસ્લિમ ઉમેદવારમાં લાગી હોડ

ભાજપ લઘુમતી મોર્ચાનાં પ્રમુખ મહેબુબ અલી ચિશ્તીનું માનીયે તો, હાલમાં જ થયેલાં પાર્લિયામેન્ટ્રી બોર્ડ મિટિંગમાં મુસલિમ નેતાઓએ પાર્ટીની ટિકિટ માંગી છે. ચિશ્તીએ જણાવ્યું કે, જમાલપુર-ખાડિયા, વેજલપુર, વાકાનેર,ભૂજ અને અબાસડા સીટ પર મુસલમાન ઉમેદવાર પોતાનો અધિકાર ઇચ્છે છે.

જમાલપુર-ખાડીયા ક્ષેત્રમાં 61 ટકા મુસલમાન વોટર્સ છે. પૂર્વ આઇપીસી અધિકારી એ.આઇ સય્યદ પણ આ વખતે વિધાનસભા ચૂંટણી લડવાં તૈયાર છે. તેમનું કહેવું છે કે, હું છેલ્લાં એક દાયકાથી ભાજપ સાથે જોડાયેલો છું જો મને ભાજપ તરફથી ટિકિટ ઓફર થશે તો હું જરૂરથી ચૂંટણી લડીશ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર