યૂપીમાં ભાજપનું વાવાઝોડું, દેશના લોકો સાચું ખોટું સમજે છે: પીએમ મોદી

Feb 24, 2017 02:03 PM IST | Updated on: Feb 24, 2017 02:03 PM IST

ઉત્તરપ્રદેશ #ઉત્તરપ્રદેશના ગોંડામાં આજે જાહેર સભાને સંબોધતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરીફ રાજકીય પક્ષો સામે આકરા પ્રહારો કર્યા હતા. ઇશારામાં એમણે કહ્યું કે, તમે જોયું ને કે મહારાષ્ટ્રમાં શું થયું? પરિણામ આવી ગયા છે, કોંગ્રેસ ક્યાંય દેખાતું નથી. દેશના લોકો સાચું ખોટું સમજે છે.

છેલ્લા ત્રણ વર્ષોમાં જ્યાં જ્યાં ચૂંટણી થઇ છે. જનતા જનાર્દને પોતાના ત્રીજા નેત્રથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવી છે. જ્યારે મહારાષ્ટ્રના લોકો, ઓરિસ્સાના ગરીબો ભાજપને સમર્થન કરી રહ્યા છે. ચંડીગઢના લોકો પણ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. આ સમર્થનથી અમને સત્તાનો નશો નથી ચઢતો પરંતુ જનતા માટે દિલોજાનથી કામ કરવાની પ્રેરણા મળે છે.

યૂપીમાં ભાજપનું વાવાઝોડું, દેશના લોકો સાચું ખોટું સમજે છે: પીએમ મોદી

ભ્રષ્ટાચાર, બ્લેક મની વિરૂધ્ધ મે જે લડાઇ શરૂ કરી છે, જેનાથી એ લોકો પરેશાન છે પરંતુ હું એમને છોડવાનો નથી. સિત્તેર વર્ષ સુધી જે લોકોએ લૂંટ્યું છે એ હું ગરીબોને પરત કરવા માંગું છું.

દેશના સામાન્ય લોકોની જીંદગીમાં બદલાવ લાવવા માટે અમે પ્રયાસ કરી રહ્યા છીએ. વાજપાઇ જ્યારે વડાપ્રધાન હતા ત્યારે આ વિસ્તારને અટલજીએ સૌથી વધુ આશીર્વાદ આપ્યા હતા. આ એજ વિસ્તાર છે કે જેણે અટલજીને ક્યારે ઓછું આવવા દીધું નથી.

આ ગૌંડા વિશેષ અનુભૂતિ કરવા જેવું છે. હું જોઇ રહ્યો છું કે દેશમાં પરીક્ષામાં નાની મોટી ચોરીનો કિસ્સો બને છે. પરંતુ ગૌંડામાં તો જાણે ચોરીનો બિઝનેશ ચાલે છે. અહીં ચોરી કરવાનો જાણે કોન્ટ્રાક્ટ નીકળે છે. અમારા ત્યાં પરીક્ષામાં કેન્દ્ર લગાવશો તો આટલા પૈસા મળશે,  જો કેન્દ્ર મળે તો મા-બાપને કહે છે કે આટલા થશે. ગણિતનું પેપર હોય તો આટલા, થાય છે કે નહીં કહો? આ બેઇમાની બંધ થવી જોઇએ કે નહીં? આ વિષયે બોલું કે ના બોલું એ અંગે હું ડરી રહ્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી પર વિપક્ષના આરોપોનો જવાબ આપતાં કહ્યું કે, 15 વર્ષોથી સપા અને બસપા એકબીજાના વિરોધી રહ્યા છે પરંતુ નોટબંધી બાદ બંનેનો સૂર એક થઇ ગયો છે. માયાવતી અને મુલાયમજીએ તો જાહેરમાં કહ્યું હતું કે કંઇક કરવુ હોય તો કરો પરંતુ થોડો સમય તો આપો.

ગોંડાના ચૌપાલ સાગરમાં વડાપ્રધાને કહ્યું કે, દિલ્હીમાં એરકન્ડીશનર રૂમમાં બેસીને રાજનીતિ પર ચર્ચા કરનારાઓને અંદાજો નહીં હોય કે આ કેવી આંધી ચાલી રહી છે.

એમણે કહ્યું કે, આપણે ત્યાં રોજ નવું જુઠું બોલનારાઓની કમી નથી, જ્યારથી મેં નોટબંધી કરી છે ત્યારથી કેટલાક લોકો ખોટા પ્રચારમાં લાગી ગયા છે. માયાવતી અને મુલાયમજીએ તો જાહેરમાં કહ્યું હતું કે, જે કરવું હોય તે કરો પરંતુ થોડો સમય તો આપો.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર