દિલ્હીમાં 1 નવેમ્બર સુધી ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ યથાવત: SC

Oct 09, 2017 03:43 PM IST | Updated on: Oct 09, 2017 03:43 PM IST

સુપ્રીમ કોર્ટે દિલ્લીનાં NCRમાં ફટાકડાનાં વેચાણ પરનો પ્રતિબંધ યથાવત રાખ્યો છે. હવે દિલ્હી અને NCRમાં દિવાળી અગાઉ ફટાકડાનું વેચાણ નહીં થાય. આ વખતે 19 ઓક્ટોબરનાં દિવાળી છે જ્યારે તે પહેલાં ફટાકડાનાં પ્રતિબંધ ઉપર આજે સુપ્રીમ કોર્ટે ચુકાદો સંભળાવી દીધો છે.

ફટાકડાને કારણે થતા પ્રદુષણ અને હાલમાં દિલ્લીની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આ નિર્ણય લીધો છે. સુપ્રીમ કોર્ટે 1 નવેમ્બર 2017 સુધી ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ યથાવત રાખ્યો છે.

દિલ્હીમાં 1 નવેમ્બર સુધી ફટાકડાનાં વેચાણ પર પ્રતિબંધ યથાવત: SC

ત્રણ બાળકોએ ગત વર્ષે ફટાકડા પર પ્રતિબંધની માગણી કરતી પિટિશન સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી હતી. ત્રણેય બાળકોએ દશેરા તથા દિવાળીએ ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવાની માગણી હતી. પિટિશન રજૂ કરનારા આ બાળકોની વય છથી 14 વર્ષ સુધીની છે. ફટાકડા ફોડવાની મનાઈ ફરમાવવા માટે સુપ્રીમ કોર્ટમાં બાળકોએ અરજી કરી હોય તેવી આ પ્રથમ ઘટના છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર