મુંબઇનાં બાન્દ્રા રેલવે સ્ટેશન પર લાગી આગ

Oct 26, 2017 05:21 PM IST | Updated on: Oct 26, 2017 05:27 PM IST

મુંબઇનાં બાન્દ્રા રેલવે સ્ટેશન પર આગ લાગવાની ઘટના બની છે. બાંદ્રાનાં હાર્બર રૂટને નુક્શાન પહોચ્યો હોવાની વાત સામે આવી છે. હાલમાં મળતી માહિતી પ્રમાણે હાલમાં કોઇ જાનહાનીનાં સમાચાર નથી પણ ત્યાં હાજર પ્રત્યક્ષ દર્શીઓનું કહેવું છે કે ત્યાં ઘણાં લોકો ડટાયા છે.

હાલમાં ફાયર બ્રિગેડની 11 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ છે. હાલમાં અહીં કોર્પોરેશન દ્વારા ડિમોલેશનની કામગીરી થઇ રહી હતી. તે સમયે આ ઘટના બની હતી. આસપાસનાં લોકો જીવ બચાવીને ભાગ્યા છે તો કેટલાંક તેમનાં સ્વજનની રાહ જોઇને ઉભા છે.

Mumbai bandra station Fire 1

Mumbai bandra station Fire 2

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર