શ્રીનગરમાં BSF કેમ્પ પર સૌથી મોટો આતંકી હુમલો, એક જવાન શહીદ, 3 આતંકવાદીઓ ઠાર

Oct 03, 2017 11:29 AM IST | Updated on: Oct 03, 2017 12:48 PM IST

જમ્મૂ કશ્મીરનાં શઅરીનગરમાં BSF કેમ્પની 182મી બટાલિયન પર મંગળવારે સવારે ફિદાયીન હુમલો કરવામાં આવ્યો છે આ હુમલો એરપોર્ટ પાસે ગોગો હમહમા વિસ્તારમાં થયો હતો.

સુત્રોની માનીયે તો, જવાનોએ અત્યાર સુધીમાં ત્રણ આતંકવાદીઓને ઠાર મારી નાખ્યા છે. જવાબી કાર્યવાહીમાં એક BSF જવાન શહીદ થઇ ગયો છે જ્યારે 2 ઘાયલ છે. હાલમાં વિસ્તારમાં થોડા થોડા સમયે ફાયરિંગ થઇ રહી છે.

આતંકવાદીઓએ સવારે 4.30 વાગ્યાની આસપાસ BSF કેમ્પને નિશાને બનાવ્યું હતું. BSF જવાનોએ પણ આતંકવાદીઓને જડબાતોડ જવાબ આપ્યો હતો.

BSF

UPDATES

- બે આતંકવાદીઓ હજુ પણ BSF કેમ્પની અંદર એડમિનિસ્ટ્રેશન બ્લોકમાં છુપાયા હોવાની આશંકા

-સૂત્રોની માનીયે તો, એડમિનિસ્ટ્રેશન બ્લોકમાં જવાનનાં પરિવારનાં કોઇ સભ્યો નથી.

- આતંકવાદીઓને પકડવા માટે CRPF,53 RR, BSF અને SOG ઝોનલનાં બિલ્ડિંગમાં ચારેય તરફથી ઘેર્યુ

-સુરક્ષાને ધ્યાનમાં રાખીને શ્રીનગર એરપોર્ટને બંધ કરવામાં આવ્યું, મોટાભાગની ફ્લાઇટ્સ ડાઇવર્ટ કરવામાં આવી

-BSF કેમ્પની નજીક જ કશ્મીર વેલી સ્કૂલ છે તેને પણ બંધ કરી દેવામાં આવી.

-ગૃહમંત્રી રાજનાથ સિંહે સવારે 11.30 વાગ્યે જમ્મૂ-કશ્મીર મુદ્દે હાઇ લેવલ મીટિંગ બોલાવી

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર