ટીમ ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારત સામે મુક્યો 335 રનનો લક્ષ્યાંક

Sep 28, 2017 01:17 PM IST | Updated on: Sep 28, 2017 06:14 PM IST

ટીમ ઇન્ડિયાની ધુઆધાર શરૂઆત. 7 ઓવરનાં અંતે ટીમઇન્ડિયાએ બનાવ્યા 45 રન,  રોહિતે બનાવ્યા  29 બોલમાં 27 રન. અને રહાણેએ 13 બોલમાં 17 રન

-ટીમ ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારત સામે મુક્યો 335 રનનો લક્ષ્યાંક, ભારતે 23 એક્સ્ટ્રા રન આપ્યા જ્યારે  ઉમેશ યાદવે ટીમ ઇન્ડિયા વતી લીધી 4 વિકેટ

ટીમ ઓસ્ટ્રેલિયાએ જીત માટે ભારત સામે મુક્યો 335 રનનો લક્ષ્યાંક

-ઓસ્ટ્રેલિયાને લાગ્યો પાંચમો ઝાટકો, 43 રન બનાવીને આઉટ થયો હેન્ડ્સ કોમ્બ. 48 ઓવરનાં અંતે ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 308 રન.

-કેપ્ટન સ્મિથ બાદ ઓસ્ટ્રેલિયન બેટ્સમેન ડેવિડ સ્મિથ આઉટ 46 ઓવરનાં અંતે 4 વિકેટનાં નુક્શાન પર ઓસ્ટ્રેલિયાએ બનાવ્યા 299 રન.  ટ્રેવિસ હેડ 38 બોલમાં 29 રન બનાવી થયો આઉટ

-ટીમ ઇન્ડિયાને મળી મોટી સફળતા 5 બોલમાં 3 રન બનાવીને આઉટ થઇ ગયો ઓસ્ટ્રેલિયાનો કેપ્ટન સ્મિથ. ઉમેશ યાદવનાં બોલ પર કેપ્ટન વિરાટ કોહલીનાં હાથે થયો સ્મિથ આઉટ. ટીમ ઓસ્ટ્રેલિયાનાં 3 વિકેટનાં નુક્શાન પર 45 ઓવરનાં અંતે 280 રન.

-વોર્નર 124 રન બનાવીને આઉટ થયો, શતક ચુક્યો ફિંચ, 91 બોલમાં 94 રન બનાવી થયો આઉટ, બે વિકેટનાં નુક્શાને 36 ઓવરનાં અંતે 232 રન પર ટીમ ઓસ્ટ્રેલિયા

-ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટનાં નુક્શાન વગર 32 ઓવરનાં અંતે બનાવ્યાં 204  રન.  ફિંચે 88 બોલમાં બનાવ્યાં 86  રનઅને વોર્નરે  112 બોલમાં બનાવ્યાં 113 રન .

-ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટનાં નુક્શાન વગર 24 ઓવરનાં અંતે બનાવ્યાં 145 રન.  ફિંચે 61 બોલમાં બનાવ્યાં 48 રનઅને વોર્નરે 78બોલમાં બનાવ્યાં 84 રન અત્યાર સુધીમાં 13 એક્સ્ટ્રા રન આપ્યા છે.

-ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટનાં નુક્શાન વગર 21 ઓવરનાં અંતે બનાવ્યાં 134 રન.  ફિંચે 55 બોલમાં બનાવ્યાં 47 રનઅને વોર્નરે 68 બોલમાં બનાવ્યાં 80 રન અત્યાર સુધીમાં 16 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી ટીમ ઓસ્ટ્રેલિયાએ બનાવ્યો છે જંગી સ્કોર

-ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટનાં નુક્શાન વગર 17 ઓવરનાં અંતે બનાવ્યાં 108 રન.  ફિંચે 48 બોલમાં બનાવ્યાં 42 રનઅને વોર્નરે 55 બોલમાં બનાવ્યાં 60 રન

-ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટનાં નુક્શાન વગર 11 ઓવરનાં અંતે બનાવ્યાં 70 રન. ફિંચે બનાવ્યાં 35 રન જ્યારે વોર્નરે બનાવ્યાં 31 રન

ઓસ્ટ્રેલિયાની બેટિંગ શરૂ. ટીમે પાંચ ઓવરમાં 29 રન બનાવ્યા. વોર્નર અને ફિંચ હાલમાં ક્રિઝ પર. ફિંચનાં 17 રન જ્યારે વોર્નરનાં 15 રન.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની આજે ચોથી વનડેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. આજે બેંગ્લુરૂમાં 1.30 વાગ્યે મેચ શરૂ થશે. આ સાથે જ ટીમ ઇન્ડિયામાં ત્રણ મહત્વનાં ફેરફાર કરવામાં આવ્યા છે. ટીમમાં ઉમેશ યાદવ, મહોમ્મદ શામી અને અક્ષર પટેલનો સમાવેશ કરવામાં આવ્યો છે. ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે વાઇટ વોશનાં લક્ષ્યાંક સાથે ઉતરશે.

ટીમ ઇન્ડિયા : વિરાટ કોહલી (કેપ્ટન), મહેન્દ્ર સિંઘ ધોની (વિકેટ કીપર), રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ભુવનેશ્વર કુમાર, મનીષ પાંડે, કેદાર જાધવ, યુજવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, અને લોકેશ રાહુલ

ટીમ ઓસ્ટ્રેલિયા: સ્ટીવન સ્મિથ (કેપ્ટન), એરોન ફિંચ, ડેવિડ વોર્નર, કેન રિચર્ડસન, ગ્લેન મેક્સવેલ, નાથન કલ્ટર-નાઇલ, પેટ કમિંસ, પીટર હેંડ્સકોમ્બ, ટ્રેવિસ હેડ, માર્ક્સ સ્ટઇનિસ, મેથ્યુ વેડ (વિકેટ કીપર), જેમ્સ ફોલ્કનર, એડમ જામ્પા અને હિલ્ટન કાર્ટરાઇટર

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર