મંત્રી પર જૂતાં ફેંકવાથી કંઇ નહીં થાય, કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું-તાકાત બતાવો...

Mar 03, 2017 02:22 PM IST | Updated on: Mar 03, 2017 02:24 PM IST

ગાંધીનગર #કોંગ્રેસના વિપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ પણ ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે જૂતું ફેંકવાની ઘટનાને વખોડી છે. એમણે કહ્યું કે, મંત્રી સામે જૂતાં ફેંકવાથી કંઇ નહીં થાય, જો કોઇને સરકાર સામે રોષ હોય તો ચૂંટણી સમયે મતદાન કરીને તાકાત બતાવવી જોઇએ.

રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા સામે વિધાનસભા સંકુલમાં ગુરૂવારે બપોરે ગોપાલ ઇટાદરિયા દ્વારા જૂતું ફેંકવાની ઘટનાથી રાજકારણ ગરમાયું છે. ભાજપ સરકારના મંત્રીઓ, નેતાઓએ આ ઘટના સામે બળાપો વ્યક્ત કર્યો છે અને કાર્યવાહીની પણ માંગ કરી છે તો વિપક્ષ કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ પણ આ ઘટનાને વખોડી છે.

મંત્રી પર જૂતાં ફેંકવાથી કંઇ નહીં થાય, કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ કહ્યું-તાકાત બતાવો...

કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલાએ આ ઘટનાને વખોડતાં કહ્યું કે, કોઇ મંત્રી સામે જૂતાં ફેંકવાથી કંઇ ફેર નહીં પડે, જો તમને સરકાર ના ગમતી હોય તો એને બદલી નાંખો, એ માટે ચૂંટણી સમયે તાકાત બતાવવાની જરૂર છે. ચૂંટણી સમયે મતદાન કરી સરકારની બદલવી જોઇએ.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર