JK: પૂંછ સેકટરમાં પાક. તરફથી ભારે ફયરિંગ, એક બાળકનું મોત,5 ઘાયલ

Oct 02, 2017 10:50 AM IST | Updated on: Oct 02, 2017 11:45 AM IST

ફરી એક વખત પાકિસ્તાન દ્વારા પુંછનાં કસબા વિસ્તારમાં સિઝફાયર કરવામાં આવ્યું છે. આ ઘટનામાં એક 10 વર્ષનાં બાળકનું મોત થયુ છે જ્યારે અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ ઉપરાંત પાકિસ્તાની આતંકવાદીઓ તરફથી કેરન સેકટરમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયાં હતા. જેને ભારતીય જવાનોએ નિષ્ફળ કર્યા છે.

 

 

પાકિસ્તાને જમ્મુના પૂંછ સેકટરના કેરન વિસ્તારમાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ છે. પાકિસ્તાની સેના મોર્ટાર અને ઓટોમેટિક હથિયારો વડે ભારે ફાયરિંગ કર્યું છે. કેરની વિસ્તાર ઉપરાંત પાકિસ્તાને ધારા, માલી અને દિગવર વિસ્તારમાં પણ ફાયરિંગ કર્યુ છે.

 

પાકિસ્તાન તરફથી નિયંત્રણ રેખા પારથી 120 એમએમના મોર્ટાર છોડવામાં આવ્યાં છે. કુપવાડાના તંગધારમાં પણ 5-7 ઘૂસણખોર જોવા મળ્યાં છે. સેના અને ઘૂસણખોરોમાં અથડામણ શરૂ થઈ ગઈ છે.

પાકિસ્તાનની અગણિત ના'પાક' હરકતો-

- આ પહેલાં જમ્મુના અરનિયા સેકટરમાં પાકિસ્તાની રેન્જર્સે ફાયરિંગ કર્યું હતું જેમાં BSFના એક જવાન શહદી થઈ ગયા હતા. તો BSFના જવાનોએ પણ પાકિસ્તાની રેન્જર્સને જડબાતોડ જવાબ આપ્યો છે.

- ગુરૂવારે પાકિસ્તાની રેન્જર્સે અખનૂર અને પૂંછ સેકટરમાં LOC પર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો. સરહદ પર ભારે ગોળીબાર કરતાં બે જવાન સહિત 5 લોકો ઘાયલ થયા હતા.

- પાકિસ્તાની ફાયરિંગનો BSF અને ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં અખનૂર સેકટરમાં બે પાકિસ્તાની રેન્જર્સ માર્યા ગયા હતા.

-કેરન સેકટરમાં ઘૂસણખોરીના પ્રયાસ કરાયાં હતા જેને નિષ્ફળ કરવામાં આવ્યાં છે

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર