અમેરિકા: LIVE કોન્સર્ટમાં ગોળીબારનો વિડિયો વાઇરલ, 50થી વધુનાં મોત ,100થી વધુ ઘાયલ

Oct 02, 2017 01:07 PM IST | Updated on: Oct 02, 2017 05:29 PM IST

અમેરિકાનાં લાસવેગસનાં કસીનોમાં ફાયરિંગની દૂર્ધટનામાં મૃત્યુઆંક વધી ગયો છે. 20થી વધીને આ આંક 50 સુધી પહોંચી ગયો છે એટલું જ નહીં હજુ આ આંકડો વધે તેવી શક્યતાઓ છે. તો હાલમાં ઇજાગ્રસ્તની સંખ્યા 100ને પાર છે. આ સાથે જ  લાઇવ કોનસર્ટ દરમિયાન ફાયરિંગનો વીડિયો પણ વાઇરલ થયો છે 32માં ફ્લોર પરથી થયુ હતું ફાયરિંગ જેનો વીડિયો થયો છે વાઇરલ..

 

અમેરિકાનાં લાસ વેગસનાં કસીનોમાં અંધાધુંધ ફાયરિંગનાં સમાચાર છે જેમાં અત્યાર સુધીમાં બે લોકોનાં મોત થઇ ગયા છે. જ્યારે 24થી વધુ લોકો ઘાયલ છે. માનવામાં આવે છે કે આ એક કંન્ટ્રી મ્યૂઝિક ફેસ્ટિવલ હતો. જેમાં હુમલાવર ઘુસી ગયા હતા અને મશીનગનથી અંધાધુંધ ફાયરિંગ કર્યુ હતું.

પોલીસનાં જણાવ્યા અનુસાર, એક સંદિગ્ધને ઠાર મરાયો છે અને દુર્ધટનામાં ઘાયલ લોકોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને આસપાસનાં વિસ્તારને ખાલી કરી દેવામાં આવ્યો છે.

જે સમયે ફાયરિંગ થયુ ત્યારે મ્યૂઝિક ફેસ્ટિવલમાં સિંગર જેસોન એલ્ડિન પરફોર્મન્સ આપી રહ્યો હતો. પુલીસનું કહેવું છે કે, ફાયરિંગમાં મરનારાની સંખ્યા વધી શકે છે. પોલીસે એહતિયાન મેકરેન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આવનારી તમામ ફ્લાઇટ્સ ડાયવર્ટ કરાવી દીધી છે.

સંબંધિત સમાચાર

સુચવેલા સમાચાર